400 આંબાના બગીચા પૈકી અમુક આંબામાં ચોમાસામાં મોર આવ્યાં હતાં
ખેડુતે ચોમાસામાં માવજત કરતા ચાર આંબામાં કેરીનું બંધારણ થઈ ગયું.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
તાલાલા શહેરની ભાગોળે ઉદયભાઈ ભરતભાઇ કોડીયાતર નાં 400 કેસર કેરીના આંબાવાડી માં શિયાળાની શરૂઆતમાં કેસર કેરીનું આગમન થયું છે. કેસર કેરીના ઉત્પાદક યુવા કિસાને જણાવેલ વિગત પ્રમાણે કેસર કેરીના બગીચામાં ઘણાં આંબા ઉપર ચોમાસામાં મોર આવ્યા હતા.ખેડુતે જે આંબા ઉપર ખુબજ આગોતરા મોર આવેલ તે આંબાની માવજત શરૂ કરી હતી જે પૈકી ત્રણ આંબા ઉપર કેસર કેરીનું બંધારણ થયું હતું.બંધારણ થયેલ આંબા ઉપર શિયાળાના પ્રારંભે જ કેસર કેરીનો પાક તૈયાર થયો હતો.400 આંબાના બગીચા પૈકી ત્રણ-ચાર આંબામાં આવેલ અમૃત ફળ કેસર કેરીનો પાક ખુબજ વહેલો આવ્યો ગણાય… જેને કૃષિ તજજ્ઞોએ વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ ની અસર ગણાવી હતી.