યાર્ડમાં ચાર દિવસમાં બે હજાર બોકસની આવક: 5 કિલો બોક્સના 600 થી 1000
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીની આવક માકેર્ટીગ યાર્ડ ખાતે શરૂ થઇ છે. જો કે, આ વર્ષે કેસર કેરી બજારમાં થોડી મોડી આવક શરૂ થઇ છે. જેમાં વાતાવરણના લીધે કેરીના ઉત્પાદન તેમજ આવકમાં કેરીની સીઝન મોડી શરૂ થઇ છે ત્યારે જૂનાગઢ ફ્રુટ માર્કેટીંગ યાર્ડમાં ચાર દિવસમાં કેરીના બે હજાર બોક્સની આવક જોવા મળી છે અને ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ માકેટીંગ યાર્ડમાં ગત વર્ષે માર્ચ મહિનામાં કેસ કેરીની આવક શરૂ થઇ હતી. ત્યારે આ વર્ષે એપ્રીલના બીજા સપ્તાહમાં કેસ કેરીનું આગમન થયું છે. જેમાં છેલ્લા ચાર દિવસમાં બે હજાર કેસર કેરીના બોકસની આવક જોવા મળી હતી. જેમાં પાંચ કિલોના 1450 સાથે દરરોજ 200 થી 300 બોકસની આવક શરૂ થઇ છે. ત્યારે પાંચ કીલો બોકસના ભાવ 600થી 1000 સુધીમાં હરરાજી જોવા મળી હતી. જયારે કેસર કેરીની સીઝનની શરૂઆત થતા આ કેસર કેરી ઉના પંથક વિસ્તારમાં આંબામાં વહેલુ ફલાવરીંગ આવી જવાના કારણે ઉના પંથકની કેસર કેરીનું યાર્ડમાં આગમન થયુ છે. જયારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાંથી આ કેસર કેરી અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં વેંચાઇ છે ત્યારે હજુ 10 થી 15 દિવસ બાદ તાલાલા ગીરની કેસર કેરીનું આગમન જોવા મળશે. શરૂઆતમાં કેસર કેરીના ભાગ ઉંચા રહેવાનું અનુમાન છે ત્યારે આ વર્ષે મિશ્ર ઋતુનુ વાતાવરણના લીધે કેસર કેરીના ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીએ ઓછુ રહેશે તેમ ખેડૂતો માની રહ્યા છે.