ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં આજથી ગીર પંથકની ખાખડી કેસર કેરીની આવક શરૂ થઇ છે, આજે વહેલી સવારે થયેલી હરાજીમાં ગીરની ખાખડી કેસર કેરીના પ્રતિ કિલો દીઠ 60થી 80ના ભાવે સોદા થયા હતા. જ્યારે તોતા કેરીના પ્રતિ કિલોના 55થી 60ના ભાવે સોદા થયા હતા. એકંદરે ઉનાળાની અસર વર્તાતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની ઋતુમાં પાકી કેરીની આવક શરૂ ન થાય ત્યાં સુધી ગીર પંથકની ખાખડી કેસર કેરી અને તોતા કેરી હાલ ગ્રીન સલાડમાં ભરપુર વપરાશમાં લેવાય છે.