2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું છે. કોર્ટની મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસ વર્ષ 2018માં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલ સહિત કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.



