ઉદ્ધવના મંત્રી પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ સાથે કનેક્શનનો આરોપ : સવારના 8 વાગ્યાથી ચાલી રહેલી પૂછપરછ બાદ EDએ ધરપકડ કરી
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ધરપકડ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, તેમની અન્ડરવર્લ્ડ સાથેના સંબંધો અંગે પૂછપરછ કરવામાં આવી હતી, પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પૂછપરછ દરમિયાન અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહમના ભાઈ ઈકબાલ કાસકારે તેમનું નામ લીધું હતું. EDની ટીમ સવારના 8 વાગ્યાથી તેમની પૂછપરછ કરી રહી હતી. EDના સૂત્રોના જણાવ્યા મુજબ પૂછપરછમાં નવાબ મલિક અધિકારીઓને સહયોગ આપી રહ્યાં નહોતા. આ કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. મલિકની ધરપકડ કરીને ED તેમને હોસ્પિટલ લઈ ગઈ છે. તે પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ કાર્યવાહી પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.
- Advertisement -
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કહ્યું કે આ નીચલા સ્તરનું રાજકારણ છે. કેન્દ્રીય એજન્સી જાણી જોઈને લોકોને હેરાન કરી રહી છે.