અમરેલી પોલીસે એમપીના ઉજ્જૈનથી ધરપકડ કરી
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ધિરેનની મિલકત ટાંચમાં લીધી હતી
- Advertisement -
રાજ્યના 11 જિલ્લાના 18 ગુનાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્યના ટોપ 20 પ્રોહીબિશન બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા અલગ અલગ જિલ્લાના 18 જેટલા ગુનામાં ફરાર હતો ત્યારે તમામ જિલ્લાની પોલીસ દ્વારા ધીરેન કારીયાને ઝડપી લેવા સઘન પ્રયાસ કર્યા હતા અંતે અમરેલી એલસીબી પોલીસે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધીરેન કારીયાને ઝડપી લેવામાં સફળતા મળી હતી ધીરેન કારીયા સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ ઘુસાડવાના અનેક કેસ પોલીસ ચોપડે નોંધાયા છે ત્યારે રાજ્યના ટોપ 20 બુટલેગરમાં ધીરેન કારીયાનું નામ છે. ધીરેન કારીયા વિરુદ્ધ રાજના 11 જિલ્લાના 18 ગુનાહમાં મોસ્ટ વોન્ટેડ હતો અને અગાઉના 59 તેની સામે નોંધાયા છે ત્યારે અમરેલી એલસીબી પોલીસને ધીરેન કારીયાને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં પ્રોહિબિશન સહીત જે ગુનામાં ફરાર હતો ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ધીરેન કારીયાની મિલ્કત શીલ કરી હતી અને ધીરેન કારીયા સામે ગાળ્યો કસવામાં આવેલ હતો જૂનાગઢ પોલીસ સતત ધીરેન કારીયાને ઝડપી લેવા અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી હતી અંતે અમરેલી પોલીસના હાથે ધીરેન કારીયા ઝડપપાયા બાદ જૂનાગડ ક્રાઇમ બ્રાન્ચ અમરેલી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ થી કબ્જો મેળવી આગળની વધુ તપાસ શરુ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓ અને 18 ગુન્હાઓનાં ફરાર મોસ્ટ વોન્ટેડ ધીરેન કારીયા આખરે અમરેલી પોલીસે ઝડપી પાડતા ધીરેન કારીયા વિરુદ્ધ રાજ્યના 11 જિલ્લાના પ્રોહિબિશનના 18 કેસો નોંધાયા છે.
જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, જામનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ નર્મદા જિલ્લામાં 18 કેસ નોંધાયા છે જૂનાગઢનો ધીરેન અમૃતલાલ કારીયાને ઉજ્જૈનથી અમરેલી એલસીબી પોલીસે ઝડપી પડતા જૂનાગઢ પોલીસે તેનો કબ્જો મેળવી આગળની વધુ તપાસ હાથ ધરશે જયારે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી લીસ્ટેડ બુટલેગર ધીરેન અમૃત કારીયા ઝડપતા અમરેલી પોલીસને સફળતા મળી હતી.