દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. મનીષ સિસોદિયાની CBI દ્વારા દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમની ધરપકડ કર્યા બાદ CBIએ તેમને હેડક્વાર્ટરમાં રાખ્યા છે. મનીષ સિસોદિયાએ CBI હેડક્વાર્ટરમાં જ રાત વિતાવી હતી. જે બાદમાં આજે એટલે કે, સોમવારે સવારે મનીષ સિસોદિયા રૂઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં આજે નક્કી થશે કે, ડેપ્યુટી સીએમ જેલમાં જશે કે તેમને જામીન મળશે. નોંધનીય છે કે, સીબીઆઈએ દારૂ કૌભાંડમાં 9 કલાકની પૂછપરછ બાદ રવિવારે સિસોદિયાની ધરપકડ કરી હતી.
दिल्ली पुलिस ने मुझे , मंत्री गोपाल राय जी को विधायक ऋतुराज झा, दिनेश मोहनिया , रोहित मेहरौलिया , आदिल खान समेत कई पार्षदों और कार्यकर्ताओं के साथ फतेहपुर बेरी थाने में गिरफ्तार कर लिया है ।
- Advertisement -
न डरेंगे , न झुकेंगे , लड़ते रहेंगे ।#ModiFearsKejriwal pic.twitter.com/JdJzXixA29
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 26, 2023
- Advertisement -
કલમ 144ના ઉલ્લંઘન બદલ AAP નેતા કસ્ટડીમાં
હંગામો મચાવવા બદલ દિલ્હી પોલીસે સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના 36 નેતાઓની અટકાયત કરી છે. સંજય સિંહે ધરપકડનો આરોપ લગાવ્યો છે. કલમ-144નો ભંગ કરવા બદલ તેની અટકાયત કરવામાં આવી છે. સંજય સિંહના દાવા પર દિલ્હી પોલીસે કહ્યું કે, કોઈની ધરપકડ કરવામાં આવી નથી, અટકાયતમાં લેવાયા છે અને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવી શકે છે.
આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આજે દેશભરમાં મોટું પ્રદર્શન કરશે. ક્રમમાં ‘આપ’ કાર્યકર્તાઓ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં વિરોધ પ્રદર્શન કરશે. આ સાથે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં પણ વિરોધ પ્રદર્શનની યોજના છે. સ્થિતિને જોતા દિલ્હી પોલીસે રાજધાનીમાં એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીના વિશેષ પોલીસ કમિશનરે રવિવારે રાત્રે સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી છે. સ્ટેશન વડા સહિત સ્ટેશન પોલીસને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
मनीष बेक़सूर हैं। उनकी गिरफ़्तारी गंदी राजनीति है। मनीष की गिरफ़्तारी से लोगों में बहुत रोष है। लोग सब देख रहे हैं। लोगों को सब समझ आ रहा है। लोग इसका जवाब देंगे।
इस से हमारे हौसले और बढ़ेंगे। हमारा संघर्ष और मज़बूत होगा।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2023
સિસોદિયાની 9 કલાકની પૂછપરછ બાદ ધરપકડ
CBI દ્વારા મનીષ સોસોદિયાની રવિવારે લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન નેતાઓની બયાનબાજી પણ ચાલુ રહી હતી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે, લોકશાહી માટે કાળો દિવસ છે.
અરવિંદ કેજરીવાલે શું કહ્યું ?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બધા જોઈ રહ્યા છે. લોકો બધું સમજી રહ્યા છે. લોકો આનો જવાબ આપશે. આનાથી આપણો ઉત્સાહ વધુ વધશે. અમારો સંઘર્ષ વધુ મજબૂત બનશે.