ચીન-પાકિસ્તાનના ગ્રેનેડ અને એકે-47 મેગેઝિન પણ મળ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સેનાએ જંગલમાંથી ત્રણ ચાઈનીઝ ગ્રેનેડ, એક પાકિસ્તાની ગ્રેનેડ સહિત મોટા પ્રમાણમાં દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં સેના અને પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં શુક્રવારે રામબન જિલ્લાના સરનિયાલ જંગલમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. જ્યાંથી સર્ચિંગ ટીમને મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. સેનાએ જંગલમાંથી ત્રણ ચાઈનીઝ ગ્રેનેડ, એક પાકિસ્તાની ગ્રેનેડ સહિત મોટી માત્રામાં દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સિવાય એકે-47 મેગેઝિન પણ મળી આવ્યું હતું.
સેનાએ શુક્રવારે જ બડગામમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ કાર્યકરોની પણ ધરપકડ કરી હતી. પોલીસ અને ઈછઙઋના જવાનોએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.
સેના દ્વારા વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. તેમાં 7.62 મિમીના 113 કારતૂસ, એકે 47ના 3 મેગેઝિન, 7.62 એમએમના 7 સ્નાઈપર કારતૂસ, 9 એમએમના 2 કારતૂસ, 3 ચાઈનીઝ ગ્રેનેડ, 1 પાકિસ્તાની ગ્રેનેડ, 2 ડિટોનેટર, 2 ફ્યુઝ, એફએમ ટ્રાન્સસીવર (એફએમ) અને તેમાં 300 ગ્રામ વિસ્ફોટક
સામગ્રી છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એક દિવસ પહેલા જ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેનું એન્કાઉન્ટર પુરુ થયું હતું. જેમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. ફાયરિંગમાં પાંચ જવાન શહીદ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમાં કેપ્ટન શુભમ, કેપ્ટન એમવી પ્રાંજિલ, હવાલદાર માજિદ, પેરાટ્રૂપર સચિન લૌર અને નાઈક સંજય બિષ્ટનો સમાવેશ થાય છે.માર્યા ગયેલા એક આતંકવાદીનું નામ કારી છે. સંરક્ષણ પીઆરઓ અનુસાર, કારી પાકિસ્તાની નાગરિક હતો. તેને પાક અને અફઘાન મોરચા પર ટ્રેનિંગ
લીધી હતી.
બીજા આતંકવાદી વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી. કારી લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો અને છેલ્લા એક વર્ષથી રાજૌરી-પૂંછમાં તેના જૂથ સાથે સક્રિય હતો. તેને ડાંગરી અને કાંડી હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ માનવામાં આવે છે. કારીને જમ્મુમાં ફરીથી આતંકવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યો હતો. તે ઈંઊઉમાં નિષ્ણાત હતો અને ગુફાઓમાંથી સંતાઈને કામ કરતો ટ્રેન્ડ સ્નાઈપર પણ રહ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ આતંકીઓનું ઠેકાણું શોધી કાઢ્યું: હથિયારોનો જથ્થો જપ્ત
