બંને જૂથ સામસામે તલવાર લાકડી જેવા હથિયાર સાથે માથાકુટ સર્જી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ધ્રાંગધ્રા શહેરમાં પર્વ નિમિતે જ કેટલાક તત્વો શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. વારંવાર તહેવાર નિમિતે માથાકુટ સર્જાતા શહેરીજનો ભય વચ્ચે પ્રવ મનાવે છે ત્યારે આ વખતે અષાઢી બીજની પૂર્વ રાત્રીએ બે જૂથ દ્વારા સામસામે માથાકુટ સર્જી હતી. આ માથાકૂટમાં કુલ ત્રણ સભ્યોને ઇજા પામી હોવાની વિગત સામે આવી છે જેને સ્થાનિક પોલીસે હાલ તપાસ શરૂૂ કરી છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના મફતિયા પરા વિસ્તારમાં ગત રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે બે જૂથ વચ્ચે માથાકુટ સર્જાઈ હતી જેમાં બંને જૂથ તલવાર અને લાકડી જેવા શસ્ત્ર લઈ સામસામે આવી ગયા હતા આ માથાકૂટમાં બંને જૂથના કુલ ત્રણ સભ્યોને ઇજાપામી હોવાની વિગત હાલ સામે આવી છે જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ધ્રાંગધ્રા હોસ્પિટલ બાદ સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.
જ્યારે બંને જૂથની માથાકુટ બાદ વિસ્તારમાં વાતાવરણ તંગ હોય તેવી સ્થિતિ મોડી રાત્રિ સુધી સર્જાઈ હતી જ્યારે આ માથાકુટ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા શહેરમાં મોટાભાગે પ્રવ નિમિતે આ પ્રકારની માથાકુટ સર્જી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય છે. ત્યારે આ પ્રકારની માથાકુટથી શહેરીજનો પણ દરેક પ્રવ ભયના ઓથ હેઠળ ઉજવી રહ્યા છે.



