જે ગ્રાઉન્ડ પર ભુવનેશ્વરે સચિનને શૂન્ય રને આઉટ કર્યો ત્યાં જ અર્જુને ભુવનેશ્વરને શૂન્ય રને આઉટ કરી બદલો લીધો
અર્જુન તેંડુલકરે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુકાબલામાં આઈપીએલ કરિયરની પોતાની પહેલી વિકેટ લીધી હતી. તેણે ભુવનેશ્વર કુમારને આઉટ કર્યો હતો. આ બધાની વચ્ચે એક રસપ્રદ વિગત પણ સામે આવી છે જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અર્જુને આઈપીએલમાં પહેલી વિકેટ ખેડવતાંની સાથે જ 17 વર્ષ જૂની કહાની દોહરાવી છે અને પિતા સચિન તેંડુલકરનો બદલો લીધો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, 14 વર્ષ પહેલાં હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ પર જ યુવા ભુવનેશ્વર કુમારે રણજી ટ્રોફીના ફાઈનલ મુકાબલામાં સચિન તેંડુલકરને જ શૂન્ય રને આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. સચિન પહેલીવાર કોઈ રણજી મેચમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. જો કે હવે સમયચક્ર ફર્યું છે અને અર્જુને 14 વર્ષ જૂનો હિસાબ સરભર કર્યો છે.
સનરાઈઝર્સ વિરુદ્ધ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં અર્જુન તેંડુલકરે ભુવનેશ્વરને પણ શૂન્ય રને આઉટ કર્યા છે. મેચની અંતિમ ઓવર ફેંકવા આવેલા અર્જુને પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. પોતાની પહેલી વિકેટ લીધા બાદ અર્જુને કહ્યું કે, તેને બોલિંગ કરવી ખૂબ જ પસંદ છે. મેચ પહેલાં તેના પિતાએ તેને કહ્યું હતું કે જે તું પ્રેક્ટિસ દરમિયાન કરે છે એ જ વસ્તુ મેચમાં પણ કરવાની કોશિશ કરીશ એટલે સફળતા જરૂર મળશે.