નરેન્દ્ર મોદી અને અર્જુન મોઢવાડિયાનું મિલન પોરબંદરના વિકાસના દ્વાર ખોલે તેવી ચર્ચા
મોદી – મોઢવાડિયાનું મિલન સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું
- Advertisement -
જામનગરની એક સભામાં મોઢવાડિયા અને મોદીએ એકબીજા સાથે જાહેર ગુફ્તુગુ કરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.4
પક્ષ ગમે તે હોય અર્જુન મોઢવાડિયા હંમેશા અવ્વલ નંબરે રહેવા માટે ટેવાયેલા છે. કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના એટલે કે હાઈ કમાન્ડના ખાસ ગણાતા હતા. આજે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી પણ હવે એવા ચિત્રો જોવા મળી રહ્યા છે કે જેમાં અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીના પણ હાઈ કમાન્ડના એટલે કે ભાજપના એક માત્ર હાઈ કમાન્ડ કહેવાતા નરેન્દ્ર મોદીના ખાસ બની ગયા છે. તાજેતરમાં જોવા મળેલા એક દ્રશ્ય અનુસાર નરેન્દ્ર મોદી બીજા અનેક નેતાઓને સાઈડ લાઈન કરીને અર્જુન મોઢવાડિયાને મહત્વ આપી રહેલા જોવા મળ્યા હતા.
- Advertisement -
જામનગર ખાતે વિજય વિશ્વાસ સભામાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાનો સંવાદ સ્ટેજ પર એક ભાષણ ચાલતું હતું ત્યારે સરાજાહેર થયો હતો, જે સમગ્ર વિશ્વે નિહાળ્યો હતો. મતલબ કે સાંભળ્યો નહોતો. પરંતુ બંનેની પ્રેમપૂર્વકની બોડી લેંગ્વેજમાં આ બંને વચ્ચે સરાજાહેર ગુપ્ત રીતે શું રધાઈ રહ્યું હતું તેના અનુમાનો વહેતા થયા હતા. કેટલાક અનુમાન નિષ્ણાંતો દ્વારા આ અંગે એમ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં જો નરેન્દ્ર મોદી રામની ભૂમિકા ભજવવા જઈ રહ્યા હોય તો અર્જુન મોઢવાડિયા હવે આ રામના હનુમાન બનીને સમગ્ર દેશમાં વિકાસનો તહેલકો મચાવશે. જો આવું ને આવું જોવા મળશે તો ભારતીય જનતા પાર્ટીનું કલ્યાણ થઇ જશે કારણ કે અર્જુન મોઢવાડિયા હંમેશા જ્યાં ગયા છે ત્યાં ત્યાં તમામનું તેમણે કલ્યાણ જ કર્યું છે કલ્યાણ એ જ એમનું ધર્મ છે આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી પણ અર્જુન મોઢવાડિયા સમજતી હોય તેવું જોવા મળી રહ્યું છે.