-જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, તાલાલા, માળિયા હાટીના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોટું નુકશાન
રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. આ તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, તાલાલા, માળિયા હાટીના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોટું નુકશાન થયું છે. આ તરફ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી વરસાદી સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 2-3 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે.
- Advertisement -
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારોમાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વેરાવળ, સોમનાથ, માંગરોળ અને ઘેડ સહિતના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી વરસાદી સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલની સાથે મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ જોડાયા હતા.
સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથના વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો ક્યાસ મેળવ્યો. pic.twitter.com/q96NULmVqg
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 21, 2023
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં સાંબેલાધાર વરસાદને લઈ હવે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું CM ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું. આ તરફ હવે હવાઈ નિરીક્ષણ બાદ ભૂપેન્દ્ર પટેલે જીલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક પણ કરી હતી. આ સાથે ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી નુકશાન અંગે ચર્ચા કરી હતી. આજે ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ છે.