આપ નેતા ઈશુદાન ગઢવી આકરા પાણીએ…
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં તાજેતરમાં સર્જાએલા અકસ્માતોને લઈને આમ આદમીના નેતા ઈશુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેણે કહ્યું છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ શું નબીરાઓના હાથે કચડાવા ગુજરાતમાં જન્મ લીધો છે? મુખ્યમંત્રીએ આ સ્થિતિને તાત્કાલિક સુધારવી જોઈએ.
- Advertisement -
ગુજરાતમાં દિવસેને દિવસે નબીરાઓ દારુ પીને અકસ્માતો કરે છે અને આ કેસો વધતા રહે છે. જેગુઆરનો કેસ હશું શાંત નથી થયો ત્યાં ફરીથી અમદાવાદમાં બીએમ ડબલ્યુંવાળાએ અકસ્માત કર્યો છે અને ખબર પડી કે તે પીધેલો હતો. આજે એક બે દિવસની ટ્રાફિક ડ્રાઈવમાં જાણવા મળ્યું છે કે 210 વધુ લોકો પીધેલા પકડાયા છે. તો સવાલ એ છે કે ગુજરાતમાં દારૂ બંધી છે. ગુજરાતમાં દારુ બંધી છે તો આટલો દારૂ આવે છે ક્યાંથી? આતો અમદાવાદના એરિયાની વાત છે તો આખા ગુજરાતમાં કેટલી જગ્યાએ દારુ વેચાતો હશે. કેટલી જગ્યાએ દારૂ પીવાતો હશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સવાલ એ છે કે સરકાર કરી શું રહી છે. સરકાર એત્યારે વાતો કરે છે કે દારૂ બંધી છે, દારૂબંધીનો કડક અમલ છે. તો આ નબીરાઓ પીધેલા પકડાઈ રહ્યા છે અને અકસ્માત કરી રહ્યા છે એ શું છે? એ ક્યાંથી દારૂ આવે છે. બીજી વાત શું ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ શું નબીરાઓની હાથે કચડાવવા માટે જન્મ લીધો છે? આ દુ:ખભરી કહાની છે. આ સ્થિતિને સુધારવાની જરૂરી છે. મુખ્યમંત્રી પોતે સ્વયં આમા રસ લે કારણ કે ગુજરાતમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાનિ સ્થિતિ કથળી રહી છે.