– પુટીને પણ મધ્યસ્થી બનવાની ઓફર કરી
હમાસ પર ઇઝરાયેલના વધતા જતા હુમલા વચ્ચે હવે આરબ રાષ્ટ્રો હચમચી ગયા છે અને સાઉદી અરેબીયાએ તાત્કાલીક આરબ દેશોની એક બેઠક બોલાવી છે. સાઉદ ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બીન સલમાનએ ફિલીસ્તીની ક્ષેત્રના રાષ્ટ્રપતિ ઉપરાંત જોર્ડનના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે. બીજી તરફ આજે અરબ લીગમાં સામેલ દેશોના વિદેશમંત્રીની તાકીદની બેઠક મળી રહી છે. ફિલીસ્તીનીના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસીએ કહ્યું કે અમે સાઉદ અરેબીયા સાથે ઉભા છીએ.
- Advertisement -
ફોકસ ન્યુઝ ચેનલ સાથેની મુલાકાતમાં સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રિન્સે એક તરફ ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવવાની દિશામાં તેઓ પહોંચી ગયા હતા. તે સમયે જ થયેલા આ હુમલાને તેમણે હવે તેમની આ વાટાઘાટને નવેસરથી ચાલુ કરવી પડશે તેવું પણ સ્વીકાર્યુ તેને કહ્યું અમે ઇઝરાયલના સાર્વભૌમત્વને માન આપીએ છીએ અહીં જે ફિલીસ્તીન રાજયની માંગણી છે તેને પણ સ્વીકારવી જોઇએ. આમ ફરી એક વખત આ યુધ્ધના કારણે ઇઝરાયલ અને ફિલીસ્તીન બંને સહઅસ્તિત્વ જાળવી રાખે તેઓએ ઉમેર્યુ હતું.
દરમયાન રશિયાના વ્લાદિમીર પુતિને ઇઝરાયલના હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠરાવતા કહ્યું કે અમે સમસ્યાના ઉકેલ માટે મધ્યસ્થી બનવા તૈયાર છીએ. અમેરિકાએ જે રીતે બે દેશોની થીયરીને વાસ્તવિક બનાવવામાં નિષ્ફળતા મેળવી તેનાથી સમસ્યા વકરી છે. બીજી તરફ ઇરાને પણ અફઘાનિસ્તાનના કેરટેકર વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી અને તમામ મુસ્લિમ દેશો એક થાય તેવી આવશ્યકતા દર્શાવી છે. આરબ લીગની બેઠકમાં હવે શું ઉકેલ આવે છે તેના પર સૌની નજર છે.