દાયકાઓ પછી દિવાળી પર ‘મહા રાજયોગ’નો અદભુત સંયોગ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.18
હિન્દુ ધર્મનો મહાન તહેવાર દિવાળી આ વર્ષે સોમવાર, 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. આ વર્ષની દિવાળી જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે દાયકાઓ બાદ ગ્રહોના વિશેષ સંયોગથી અનેક મહત્ત્વપૂર્ણ રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેની અસર માત્ર 12 રાશિઓ પર જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, આ દિવાળી દરમિયાન દેવતાઓના ગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં રહેશે, જે ‘હંસ રાજયોગ’નું નિર્માણ કરશે. આ ઉપરાંત, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને ગૌરી-શંકર યોગ પણ બનશે. ચંદ્રનું ક્ધયા રાશિમાં શુક્ર સાથે જોડાણ ’કલાક્તિ યોગ’ બનાવશે. સૂર્ય, મંગળ અને બુધ તુલા રાશિમાં રહેવાથી ’ત્રિગ્રહી યોગ’ અને ’બુધાદિત્ય રાજયોગ’ સર્જાશે, જ્યારે ક્ધયા રાશિમાં ગુરુ અને શુક્રની યુતિ ’કુબેર યોગ’નું નિર્માણ કરશે. શનિ પણ મીન રાશિમાં વક્રી રહેશે.
- Advertisement -
20 ઑક્ટોબરે દિવાળી દરમિયાન હંસ, ત્રિગ્રહી અને કુબેર યોગનું નિર્માણ, આ 3 રાશિઓ માટે ધન-સંપત્તિ અને સફળતાના નવા દ્વાર ખુલશે
આ 3 રાશિઓ માટે દિવાળી રહેશે ‘લકી’
1. કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો માટે આ દિવાળી શુભ અને લાભદાયી પુરવાર થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો આ સમયગાળા દરમિયાન પૂર્ણ થવાની સંભાવના છે, અને ધન-સંપત્તિમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી શકે છે. શનિ તમારી રાશિમાં વક્રી હોવાથી નાણાકીય બાબતોમાં સ્થિરતા આવશે. ગુરુની ઉચ્ચ રાશિમાં દૃષ્ટિને કારણે દુશ્મનો પર વિજય અને સ્પર્ધાઓમાં સફળતા મળશે. કાર્યસ્થળ પર માન-સન્માન, પ્રમોશન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સંયુક્ત રોકાણ સારા નફાની સંભાવના છે. આ દિવાળી કુંભ રાશિ માટે સમૃદ્ધિ અને સફળતા લઈને આવશે.
2. મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો માટે ગુરુ બીજા ભાવમાં અને શનિ દસમા ભાવમાં હોવાથી ઘણા શુભ પરિણામો પ્રાપ્ત થશે. ગુરુનું ગોચર ધન ભાવ (બીજા ભાવ) માં થવાથી જીવનના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફારો અને નોંધપાત્ર લાભ મળશે. નવી નોકરી અથવા તકની શોધમાં રહેલા લોકોને અનુકૂળ પરિણામો મળશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવા ઓર્ડર અથવા રોકાણની તકો મળી શકે છે, જે નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે. પારિવારિક સુમેળ વધશે, અને આધ્યાત્મિક વલણમાં વધારો થતાં દાન અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. સંપત્તિ બાબતે પણ લાભ થવાની શક્યતા છે.
3. મીન રાશિ: દિવાળી દરમિયાન બની રહેલો આ શક્તિશાળી રાજયોગ મીન રાશિ માટે ખૂબ જ લકી સાબિત થઈ શકે છે, જેનાથી જીવનમાં ખુશીઓનું આગમન થશે. શનિ લગ્ન ભાવમાં અને ગુરુ પાંચમા ભાવમાં રહેવાથી લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ શકે છે. સંતાન પ્રાપ્તિની શક્યતા છે અને શિક્ષણમાં નોંધપાત્ર સફળતા મળી શકે છે. ગુરુનો પ્રભાવ હોવાથી તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા મળશે અને નસીબ પણ સંપૂર્ણ સાથ આપશે. આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ મજબૂત બનશે, અને નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે. નવી નોકરીની તકો મળવાની ઘણી સંભાવનાઓ છે.
- Advertisement -
અકાળ મૃત્યુનો ભય ટાળવા ધનતેરસે પ્રગટાવો 13 દીવા
પહેલો દીવો: પહેલો દીવો ઘરના મુખ્ય દ્વાર પાસે કચરાપેટીની નજીક દક્ષિણ દિશા તરફ મુખ કરીને મૂકવો જોઈએ. કારણ કે દક્ષિણ દિશાને યમ દેવતાની દિશા માનવામાં આવે છે. આ ઉપાય પરિવારને અકાળ મૃત્યુથી બચાવે છે. આ દીવો ચારમુખી અને સરસવના તેલનો હોવો જોઈએ.
બીજો દીવો: બીજો દીવો દેવી-દેવતાઓ અને પૂજા ઘરની સામે રાખવો જોઈએ. આ દીવાની વાટ કેસરની અને તેમાં ઘીનો ઉપયોગ કરવો જોઈએ.
ત્રીજો દીવો: ત્રીજો દીવો ઘરના મુખ્ય દરવાજા પર મૂકવો જોઈએ. આ દીવો ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે અને પરિવારને ખરાબ નજરથી બચાવીને રાખે છે.
ચોથો દીવો: ચોથો દીવો તુલસીના છોડ પાસે પ્રગટાવવો જોઈએ, જે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા જાળવી રાખે છે.
પાંચમો દીવો: વાસ્તુશાસ્ત્ર અનુસાર, પાંચમો દીવો ઘરની છત પર રાખવો જોઈએ, જે વાસ્તુ દોષોને દૂર કરે છે.
છઠ્ઠો દીવો: છઠ્ઠો દીવો પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો પ્રગટાવવો જોઈએ, જે સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ માટે સારો માનવામાં આવે છે.
સાતમો દીવો: સાતમો દીવો આસ્થા પ્રત્યે સમર્પણનો માનવામાં આવે છે.
આઠમો દીવો: આઠમો દીવો ઘરના સ્ટોર રૂમમાં રાખવો જોઈએ. કહેવાય છે કે આ ઉપાયથી દરિદ્રતાનો નાશ થાય છે.
નવમો દીવો: આ દીવો ઘરના બાથરૂમની બહાર પ્રગટાવવો જોઈએ.
દસમો દીવો: આ દીવો ઘરના આંગણામાં પ્રગટાવવો જોઈએ, જેનાથી નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે.
અગિયારમો દીવો: આ દીવો ઘરના કોઈ ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
બારમો દીવો: ધનતેરસની રાત્રે આ દીવો બીલીના વૃક્ષ નીચે રાખવો જોઈએ, જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.
તેરમો દીવો: આ દીવો ગલીના ચાર રસ્તા પર રાખવો જોઈએ. કહેવાય છે કે આ ઉપાયથી જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.