દિવાળીના તહેવારોમાં 4 લાખ જેટલા ભક્તોએ દાદાના દર્શન કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના વર્ષ 2022 દરમિયાન જાન્યુઆરીથી ઓકટોબર સુધી 10 માસમાં અંદાજે 49 લાખ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ઉપરાંત ગત ઓકટોબર માસ દરમિયાન 5.79.493 લોકોએ મહાદેવના દર્શન કર્યા હતા.જેમાં માત્ર દિવાળીના તહેવારોમાં જ 2 લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા.ગત વર્ષે ઓકટોબર માસમાં 4.34.280 લોકો મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા.જેની સરખામણીએ આ વર્ષે લગભગ 33 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો.વર્ષ 2022ની વાત કરીએ તો જાન્યુઆરીથી ઓકટોબરના દસ માસ દરમિયાન 48,81,445 શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા હતા.