તાજેતરમાં ડૉ. જયસન ધામેચા અને ડૉ. ગૌતમ જોબનપુત્રા, ડૉ. તરંગ પટેલની સેવાઓ પણ ઉપલબ્ધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની પ્રખ્યાત સહકારી સંસ્થા શ્રી પંચનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી પંચનાથ હોસ્પિટલ દર્દીઓને રાહતદરે સચોટ નિદાન અને સારવાર પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. હોસ્પિટલની વધતી જતી લોકપ્રિયતા અને દર્દીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ બે નવા ફિઝિશિયન તબીબોની નિમણૂક કરવામાં આવી છે.
- Advertisement -
ડૉ. જયસન ધામેચા (MD ફિઝિશિયન): પી.ડી.યુ. મેડિકલ કોલેજ, રાજકોટમાંથી એમ.બી.બી.એસ. અને એમ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેમને 37,320થી વધુ દર્દીઓના નિદાન અને સારવારનો અનુભવ છે.
ડૉ. ગૌતમ જોબનપુત્રા (MD ફિઝિશિયન): ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી એમ.બી.બી.એસ. અને ગોલ્ડ મેડલ સાથે ડી.વાય. પાટીલ યુનિવર્સિટી, નવી મુંબઈમાંથી એમ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેઓ ઈમરજન્સી મેડિસિન અને અન્ય રોગોના સારવારના નિષ્ણાત છે.
ડૉ. તરંગ પટેલ (MD જનરલ મેડિસિન): ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ભુજમાંથી એમ.બી.બી.એસ. અને ઇન્ડેક્સ મેડિકલ કોલેજ, ઇન્દોરમાંથી એમ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેમણે કાર્ડિયોલોજી, ડાયાબિટીલોજી અને ક્રિટિકલ કેર જેવા વિષયો પર પેપર પણ રજૂ કર્યા છે.
હોસ્પિટલમાં કુલ 50 બેડની અતિ આધુનિક સુવિધા ઉપલબ્ધ છે, જેમાં 12 બેડનો વાતાનુકૂલિત જનરલ વોર્ડ, સ્પેશિયલ વોર્ડ, ટ્વિન શેરિંગ વોર્ડ, ઈંઈઞ અને પ્રી-ઓપરેટિંગ રૂમનો સમાવેશ થાય છે. દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન, મેડિકલ મોનિટર જેવા સાધનો નિ:શુલ્ક પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં કાન-નાક-ગળા, દાંત, આંખ, બ્લડ લેબોરેટરી, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક, પેટના રોગો અને ન્યુરોલોજી જેવા અનેક વિભાગો 24સ7 કાર્યરત છે.
શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ સહિતના ટ્રસ્ટીઓ સૌરાષ્ટ્રની જનતાને વધુને વધુ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.
અત્યાર સુધીમાં અહીં 1,20,000 થી વધુ દર્દીઓને નિદાન અને સારવાર આપવામાં આવી છે. વધુ માહિતી માટે હોસ્પિટલના લેન્ડલાઈન નંબર 0281-2223249/2231215 પર સંપર્ક કરી શકાય છે.