ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાની 3 સરકારી માધ્યમિક શાળા, 12 છખજઅ શાળા અને 1 મોડેલ સ્કૂલમાં નવા આચાર્યોની બઢતીથી નિમણુંક કરવામાં આવી છે જેમાં મોરબીની ધ. વી.સી. હાઈસ્કૂલ મોરબી ખાતે ગામી પારુલબેન મગનલાલની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની ઠીકરીયાળી છખજઅ માધ્યમિક શાળા ખાતે ડો. સુરેશકુમાર પાડલિયાની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની સમથેરવા સરકારી માધ્યમિક શાળા ખાતે મેરજા શૈલેશ જસમતભાઈની નિમણુંક કરાઈ છે. હળવદની મોડેલ સ્કૂલ ખાતે ખોરજીયા અલ્તાફહુસેન મહમદભાઈની નિમણુંક કરાઈ છે. હળવદની ડુંગરપુર છખજઅ માધ્યમિક શાળા ખાતે ચીકાણી લતાબેન ચતુરભાઈની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત માળીયાની નાનીબરાર સરકારી શાળા ખાતે સંતોકી દક્ષાબેન પ્રાગજીભાઈની નિમણુંક કરવામાં આવી છે.
હળવદની ધવાણા છખજઅ માધ્યમિક શાળા ખાતે ત્રિવેણી રેણુકા નટવરલાલની નિમણુંક કરાઈ છે. હળવદની વેગડવાવ છખજઅ માધ્યમિક શાળા ખાતે ચાવડા રણજીત રૈયાભાઈની નિમણુંક કરાઈ છે. હળવદની કડિયાણા છખજઅ પ્રકારની માધ્યમિક શાળા ખાતે આદ્રોજા રોહિતકુમાર રઘુભાઈની નિમણુંક કરાઈ છે. હળવદની સુંદરી છખજઅ માધ્યમિક શાળા ખાતે પૈજા નિશીથ મગનલાલની નિમણુંક કરાઈ છે. હળવદની અજીતગઢ છખજઅ માધ્યમિક શાળા ખાતે સરડવા હિતેશ નાનજીભાઈની નિમણુંક કરાઈ છે. આ સાથે હળવદની મેરુપર છખજઅ માધ્યમિક શાળા ખાતે વાઢેર આશાકુમાર કાળભાઈની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની પલસાડી છખજઅ માધ્યમિક શાળા ખાતે પાટીલ નયના ઈશ્વરલાલની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની ભેરડા છખજઅ માધ્યમિક શાળા ખાતે ભાલોડિયા ભાવેશકુમાર લખમણભાઈની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની કણકોટ છખજઅ માધ્યમિક શાળા ખાતે પરાસરા ઉસ્માનગની હુસેનની નિમણુંક કરાઈ છે. હળવદની ખેતરાડી છખજઅ માધ્યમિક શાળા ખાતે પરમાર અલ્પેશ હીરાભાઈની નિમણુંક કરાઈ છે જ્યારે હળવદની દિઘાડીયા સરકારી શાળા ખાતે ગૌસ્વામી જયેશપરી દેવપરીની નિયુક્તિ કરાઈ છે.