ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં મંડળ પ્રમુખોની યાદી જાહેર કરી છે. ત્યારે પાલીતાણા શહેર અને ગ્રામ્યના મંડળ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં પાલીતાણા ગ્રામ્યના પ્રમુખ તરીકે રાજપાલસિંહ સરવૈયા ના નામની નિમણૂક કરવામાં આવી છે જેવો વિશ્વ હિન્દુ પરિષદ સહિત સાથે જોડાયેલા અને યુવા નેતા તરીકે પાલીતાણામાં કામગીરી કરી રહ્યા છે અને બીજેપીના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા છે જેમને બીજેપી દ્વારા તાલુકા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. સાથોસાથ પાલીતાણા શહેરના પ્રમુખ તરીકે ભરત માંડલિયાની નિમણૂક કરવામાં આવી છે જેવો બીજેપીના જુના કાર્યકર અને હોદ્દેદાર છે અનુભવી નેતા તરીકે યુવાનોમાં સારી એવી લોક ચાહના ધરાવે છે. જેથી તેમની પાલીતાણા શહેરના બીજેપીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે પાલીતાણા શહેર અને ગ્રામ્યના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.



