જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગ્યા
મનપાની આ વર્ષે ચૂંટણી 4 ઝોનમાં યોજાશે
- Advertisement -
ટૂંક સમયમાં ચૂંટણી યોજાય તેવી ચૂંટણી પંચની તૈયારીઓ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી આયોગ દ્વારા શરુ કરી દેવામાં આવી છે.જયારે મનપાની ચૂંટણી 2025માં ફેબ્રુઆરી અથવા માર્ચમાં યોજાય તેવા સંકેત મળી રહ્યા છે.જેમાં ગત ચૂંટણી ત્રણ જોનમાં યોજાય હતી જયારે આ વર્ષે ચાર જોનમાં ચૂંટણી યોજાશે તેના માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 15 વોર્ડના નોડલ ઓફિસરની નિયુક્તિ કરી દેવામાં આવી છે.આમ ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે, કારણ કે, રાજયના ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે મહાનગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેના માટે મતદારયાદી મંગાવી મતદાન માટે ઇવીેમની પણ ફાળવણી કરીને હવે નોડલ ઓફિસરોની નિયુક્તિ પણ કરી દીધી છે. આ વખતની મનપાની ચૂંટણી ચાર ઝોનલમાં યોજાશે. આગામી દિવસોમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખો જાહેર થઇ શકે છે. તેમાય ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની ચૂંટણી સાથે રાજયમાં અમદાવાદ, ભાવનગર અને સુરત મહાપાલિકામાં પેટા ચૂંટણી યોજાનાર છે. જૂનાગઢ મનપાની વાત કરીએ તો શહેરમાં મનપાના 15 વોર્ડ આવલા છે. પરંતુ આ વખતની ચૂંટણી ચાર ઝોનમાં યોજાવા જઇ રહી છે. જેથી ઝોન વાઇઝ વોર્ડના નોડલ ઓફિસરની નિયુક્તિ ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે, જૂનાગઢમાં વોર્ડ નં.1,2,3,4 માટે ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી, જૂનાગઢનીતેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે શહેર માલતદારની નિયુક્તિ કરવામાં આવી છે તેવી જ રીતે વોર્ડ નં.5,6,7,8 માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જૂનાગઢ અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સરકારી શ્રમ અધિકારી જૂનાગઢને નિમવામાં આવ્યા છે. જયારે વોર્ડ નં.9,10,11 અને 1ર માટે ચૂંટણી અધિકારી તરીકે નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી અને મુલ્યાંકન અને મદદનીશ ચૂંટણીઅધિકારી તરીકે મામલતદાર ડીઝાસ્ટર જિલ્લા આપતી વ્યવસ્થાપન ભવન તેમજ વોર્ડ ન.13,14,15 માં ચૂંટણી અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી જૂનાગઢની નિમણુંક કરવામાં આવી છે. આમ કુલ 15 વોર્ડને ચાર ઝોનમાં વેચીને નોડલ ઓફીસરો નિમવામાં આવ્યા છે.
ત્રીજી બેઠકની ફાળવણી અનામત કે બિન અનામત
ચૂંટણી આયોગે બેઠકોની પણ ફાળવણી કરીછે જેમાં ત્રીજી બેઠકની ફાળવણી અનામત કે, બિન અનામત છે જેમાં વોર્ડ વાઇઝ જોઇએ તો વોર્ડ નં.1માં સામાન્ય, વોર્ડ બેમાં પછાત વર્ગ, વોર્ડ 3માં નુસુચિત જાતિ, વોર્ડ 4 માં સામાન્ય વોર્ડ પાંચમાં સામાન્ય, વોર્ડ છમાં અનુસુચિત જાતિ, વોર્ડ 7માં પછાત વોર્ડ 8માં પછાત વર્ગ, વોર્ડ 9માં પછાત વર્ગ વોર્ડ 10 માં પછાત વર્ગ, વોર્ડ 11માં પછાત વર્ગ, વોર્ડ 1રમાં પછાત વર્ગ વોર્ડ 13માં સામાન્ય વોર્ડ 14માં સામાન્ય અને વોર્ડ 1પમાં પછાત વર્ગની ફાળવણી કરવામાં આવી છે.
- Advertisement -
પહેલા બેઠકની ફાળવણી સ્ત્રી અનામત
ચૂંટણી આયોગે બેઠકોની પણ ફાળવણી કરી છે. જેમાં પહેલી બેઠકની ફાળવણી સ્ત્રી અનામત છે જેમાં વોર્ડ વાઇઝ જોઇએ તો વોર્ડ 1માં પછાત વર્ગ, વોર્ડ બેમાં અનુસુચિત જાતિ, વોર્ડ 3માં પછાત વર્ગ, વોર્ડ 4માં પછાત વર્ગ, વોર્ડ પાંચમાં પછાત વર્ગ, વોર્ડ 6માં પછાત વર્ગ, વોર્ડ 7માં સામાન્ય વોર્ડ, વોર્ડ 8માં પછાત વર્ગં વોર્ડ ંમાં સામાન્ય: વોર્ડ 10માં સામાન્ય, વોર્ડ 11માં અનુસુચિત જાતિ, વોર્ડ 1રમાં અનુસુચિ જાતિ, વોર્ડ 13માં પછાત વર્ગ, વોર્ડ 14માં પછાત વર્ગ અને વોર્ડ 15માં અનુ.આદી. જાતિ અનામત છે.