પ્રમુખપદે અજય જોષી, ઉપપ્રમુખ એ.યુ.બાદી તથા સેક્રેટરી પદ પર વિશાલ ગોસાઈ
રાજકોટ એમ.એ.સી. પી બાર એસોસિએશનની તા. 28 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2022ની ચૂંટણી યોજાઈ હતી.
જેમાં પ્રમુખપદ પર અજય જોષી તથા જોઈન્ટ સેક્રેટરી પદ પર રાજેન્દ્ર દોરી વિજેતા થયા હતા. અગાઉ બીજી અન્ય પોસ્ટ પર ઉપપ્રમુખ એ.યુ.બાદી, સેક્રેટરી વિશાલ ગોસાઈ, ટ્રોઝરર પદ પર ભાવેશ મકવાણા તથા કારોબારી સભ્યો અજય સહેદાણી, પ્રતીક વ્યાસ, મૈલીક જોષી, હેમંત પરમાર, કરણ ગઢવી, સંજય નાયક તથા જ્યોતીબેન શુકલા બીનહરિફ વીજેતા જાહેર થયા હતા.
ઉપરોક્ત નવા નીમાયેલા હોદેદારોને સિનિયર ધારાશાસ્ત્રીઓએ શુભેચ્છા પાઠવી હતી.