રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ પંકજકુમાર 31મી જાન્યુઆરીએ વયનિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમના સ્થાને 1987ની બેચના IAS અધિકારી રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.
IAS અધિકારી રાજકુમારને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. પંકજ કુમારના સ્થાને રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. હાલમાં રાજકુમાર ગૃહ વિભાગના ACS છે.
- Advertisement -
મુખ્ય સચિવ તરીકે આ નામો હતા ચર્ચામાં
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનું એક્સટેન્શન 31 જાન્યુઆરીએ પૂરું થઈ રહ્યું હોવાથી આગામી મુખ્ય સચિવ કોણ બનશે? કોણ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા સારથી? આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. મુખ્ય સચિવ પદ માટે ઘણા વરિષ્ઠ IAS અધિકારીઓના નામની ચર્ચા ચાલી રહી હતી. જેમાં ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારનું નામ મોખરે હતું. જ્યારે કેન્દ્રમાં રહેલા એસ. અપર્ણા, બી.બી શ્વેન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ પણ ચર્ચામાં હતું.
કોણ છે નવા મુખ્ય સચિવ?
– રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાઉનથી છે.
– તેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે.
– રાજકુમારે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે.
– જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
– એક વર્ષ પહેલા ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ હતી.