ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશન વર્ષ 2018થી દિનેશભાઈ કારીયા આ સંસ્થાના પ્રમુખ તરીકેની સફળ અને સુંદર જવાબદારી નિભાવી રહ્યા છે. ગત તા. 29ના નવનિયુક્ત કારોબારીના 28 સભ્યોની હાજરીમાં વર્ષ 2022-24 માટે ફરી ત્રીજી ટર્મ માટે દિનેશભાઈ કારીયાની સર્વસંમતિથી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. વર્ષ 2018-2020ના પ્રથમ બે વર્ષ પ્રમુખે દિનેશભાઈ કારીયાના નેતૃત્વમાં કારોબારી સભ્યોની ડેલીગેશન લઈ સીલીગુડી ગાર્ડન વિઝીટ, ચ્હા પ્રોસેસીંગ વગેરેની પ્રત્યક્ષ માહિતી અને ત્યાંના એસોસીએશન અને પ્રેસ મિડીયા સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. પ્રમુખ દિનેશભાઈ કારીયા સતત ત્રીજી વખત વર્ષ 2022-2024 એમ બે વર્ષ માટે સર્વસંમતિથી પ્રમુખ તરીકે નિમણુંક થતાં ગુજરાતના વેપારી મિત્રોએ આનંદની લાગણી વ્યક્ત કરી દિનેશભાઈ કારીયાને અભિનંદન પાઠવ્યા હતા.