ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિમાં સાત સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દ્રષ્ટિએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક એવાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી હળવદના બીપીનભાઈ દવેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિમાં બીપીનભાઈ દવે (બિપીનદાદા), રામસિંહ રાઠવા, જયશ્રીબેન પટેલ, મણીલાલ પરમાર, અજયભાઈ ચોકસી અને તખતસિંહ સહિત સાત સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે જેઓએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે તે વિધાનસભાના ઉમેદવારે કરેલ ફરિયાદની તપાસ કરવાની રહેશે સાથે જ પક્ષમાં આવતી જે કાંઈ ફરિયાદ હોય કે પછી પક્ષ વિરોધી કામ કરનાર સામે તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવશે.