અમેરિકાના વિઝા મેળવવા માંગતા ભારતીયોને સૌથી મોટી સમસ્યા એપોઈન્ટમેન્ટ બૂક કરાવવાને લગતી નડે છે. વિઝા માટે ઈન્ટરવ્યૂની તારીખ મેળવવામાં મહિનાઓ કે વર્ષો લાગી જતા હતા. ખાસ કરીને કોવિડના કારણે સમસ્યા ઘણી ગંભીર બની ગઈ હતી. જોકે, હવે એપોઈન્ટમેન્ટ બૂક કરવાનું કામ સરળ થઈ ગયું છે અને તેમાં વેઈટ કરવાની જરૂર નથી. અમેરિકાના ભારત ખાતેના રાજદૂત એરિક ગાર્સટીએ જણાવ્યું કે ટુરિસ્ટ વિઝાના ઈન્ટરવ્યૂ માટે જે વેઈટ પિરિયડ હતો તે લગભગ 50 ટકા સુધી ઘટી ગયો છે. 2022માં એક વર્ષમાં એક મિલિયન વિઝા અરજીઓ પ્રોસેસ કરવાની યોજના છે.
મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ઈન્ડિયન કોમ્યુનિટીની મુલાકાત લીધી ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે ભારતીય પ્રોફેશનલો વિદેશમાં ગયા વગર જ તેમના વર્ક વિઝાને રીન્યૂ કરી શકે છે. આગામી દિવસોમાં બેંગ્લુરુ અને અમદાવાદમાં અમેરિકાના નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવશે. હવેથી ઇં1ઇ વિઝાને અમેરિકામાં રહીને જ રિન્યુ કરાવી શકાશે.
- Advertisement -
અમેરિકન દૂતાવાસના અધિકારીએ જણાવ્યું કે, અમેરિકામાં ભારતીય ટ્રાવેલર્સની સંખ્યા સતત વધતી જાય છે તેથી વિઝાની પ્રોસેસને સ્ટ્રીમલાઈન કરવા માટે અને ઝડપી બનાવવા માટે બંને દેશ સાથે મળીને કામ કરી રહ્યા છે.
ચાલુ વર્ષમાં ફેબ્રુઆરીમાં યુએસ એમ્બેસીએ જાહેરાત કરી હતી કે વિદેશ જઈ રહેલા ભારતીયો પોતાના ડેસ્ટિનેશન પર યુએસ એમ્બેસી કે કોન્સ્યુલેટમાં વિઝા એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકાએ લગભગ 82,000 વિઝા ઈશ્યૂ કર્યા હતા.