ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.30
અલગ-અલગ પાલિકાના અધિકારીને ચાર્જ સોંપાતો હોવાથી કામગીરી પડી રહી છે ખોરંભે: તંત્રને થઇ ઉચ્ચકક્ષાએ રજૂઆતપોરબંદર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર નહીં હોવાથી વહીવટી કામગીરીમાં લોકો હેરાન થઇ રહ્યા છે તેથી કાયમી ચીફઓફિસરની નિમણૂંક કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઇ મશરૂૂએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર-છાયા નગરપાલિકા વિસ્તારમાં કલાસ-1 અધિકારીની પોસ્ટ હોય આ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર ન હોવાથી આજુબાજુના વિસ્તારો જેવાકે દ્વારકા, ખંભાળીયા, ભાણવડ કે કુતિયાણા, બાંટવામાંથી હંગામી (ડબલ ચાર્જ)માં મૂકી દેવામાં આવે છે. જેને કારણે ચીફઓફિસર બદલતા હોવાથી વારંવાર લોકોને વહીવટી કામમાં ખૂબજ હેરાનગતિ થતી હોવાથી કાયમી, ટકાઉ, ચીફઓફિસર જિલ્લા મથકે હોવા ખૂબજ જરૂૂરી છે. નગરપાલિકા-પોરબંદર ચીફ ઓફિસરનો કાયમી પરમેનન્ટ નંબર મોબાઇલ લાંબા સમયથી બંધ સ્વીચ ઓફ આવે છે.
- Advertisement -
માટે લોકોને જુદા – જુદા કારણોસર જ્યારે જરૂરિયાત ઉભી થાય ત્યારે લોકોને મુશ્ર્કેલી થાય છે.લોકશાહીના મહાપર્વમાંચીફઓફિસરનો મોબાઇલ લાંબા સમયથી સ્વીચઓફ બતાવે છે. જેથી જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેકટર વહેલીતકે નગરપાલિકા તંત્રને સૂચના આપી તાત્કાલીક મોબાઇલ ચાલુ કરવાની સૂચના આપે તો પોરબંદરના નાગરીકો, વેપારીઓ અને લોકો વતી મારી અપીલ છે. ચીફ ઓફિસર વારંવાર રાજ્ય સરકાર બદલતી હોવાથી તેમના મોબાઇલ નંબર લોકોને મળતા નથી જે બાબત ખૂબ ગંભીર હોય વહેલી તકે યોગ્ય કરવુ જોઇએ તેવી રજૂઆત છઝઈં એકટીવિસ્ટ દિલીપભાઇ મશરૂ દ્વારા કરવામાં આવી છે.