નવા PAN કાર્ડ લાવવાના કારણમાં ભારતને ડિજિટલી સશક્ત બનાવવામાં અને આવકવેરા વિભાગની કામગીરીને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે. PAN 2.0 પહેલ એ એક ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ કરદાતાઓની નોંધાયેલ સેવાઓમાં પરિવર્તન લાવવાનો છે.
આજકાલ, પાન કાર્ડ એ કોઈપણ વ્યક્તિના આર્થિક ઓળખ બની ગઇ છે. પાન કાર્ડથી નફો અને કર ચૂકવણી સાથે જોડાયેલા અનેક કાર્યો સરળતાથી થઈ શકે છે. પાન કાર્ડ 2.0, જે નવી ટેકનોલોજી અને પદ્ધતિઓથી સંકલિત છે. નવા PAN કાર્ડ લાવવાના કારણે ભારતને ડિજિટલી સશક્ત બનાવવામાં અને આવકવેરા વિભાગની કામગીરીને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરી શકે છે. PAN 2.0 પહેલ એ એક ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ કરદાતાઓને સેવાઓમાં સરળતા મળી રહે છે.
- Advertisement -
ઉપરાંત, PAN (કાયમી એકાઉન્ટ નંબર) અને TAN (ટેક્સ ડિડક્શન અને કલેક્શન એકાઉન્ટ નંબર) સિસ્ટમને એક રજિસ્ટર્ડ પ્લેટફોર્મમાં એકીકૃત કરીને, પ્રોજેક્ટનો હેતુ ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. કેન્દ્ર સરકારે PAN બધા માટે સુલભ બનાવવા અને તેની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટની શરૂઆત કરાવામાં આવ્યો છે.
નવા PAN હેઠળ QR કોડ ઉમેરવામાં આવ્યો છે, જેના હેઠળ તમે સ્કેન કરીને તમામ માહિતી મેળવી શકો છો. QR કોડ સિસ્ટમ તમારા માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે પણ સરળ બનાવશે. PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ, સરકારને અંદાજ છે કે આશરે રૂ. 1435 કરોડનો ખર્ચ થઈ શકે છે.
શું જૂના PAN કાર્ડ અમાન્ય થઈ જશે?
જૂના PAN કાર્ડ પર કોઈ અસર નહીં થાય. તમે જૂના PAN કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છતા હો, તો તમે નવું PAN કાર્ડ પણ ઓનલાઈન અરજી કરીને મેળવી શકો છો. આ પ્રક્રિયા સરળ છે અને તેમાં કેટલીક વિગતો પુછવામાં આવે છે, જેમ કે PAN નંબર, આધાર કાર્ડ અને જન્મ તારીખ.
- Advertisement -
નવી PAN કાર્ડ કેવી રીતે મેળવવું?
જો તમે QR કોડથી PAN કાર્ડ બનાવવા માંગતા હો, તો તમે NSDLની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો. પાન કાર્ડ મેળવવા માટે, તમારે આ વેબસાઇટ પર જઇને અરજી ફોર્મ ભરવું પડશે, અને તરત જ તમારું પાન કાર્ડ તમારા ઈમેઈલ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત, જો તમારે તેને ડાઉનલોડ કરવું હોય, તો પણ તમે NSDL વેબસાઇટ પરથી સિક્યોર ડાઉનલોડ કરી શકો છો.
કેટલો ચાર્જ લેવામાં આવશે?
PAN કાર્ડ ઈશ્યૂ થવાના 30 દિવસની અંદર પહેલા ત્રણ વિનંતીઓ મફત છે. ત્યારબાદ, જો તમને વધુ વિનંતી કરવી હોય, તો રૂપિયા 8.26 (GST સહિત) વસૂલવામાં આવશે. જો તમને ફિઝિકલ PAN કાર્ડ જોઈએ, તો 50 રૂપિયાની ફી ચૂકવીને તેને મેળવી શકો છો.
PAN 2.0 માટેની અરજી પ્રક્રિયા સરળ અને ઓનલાઈન છે આ પ્રક્રિયા નીચે મુજબ છે
NSDLની વેબસાઇટ પર જાઓ: www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html
તમારી PAN, આધાર કાર્ડની વિગતો (વ્યક્તિ માટે) અને જન્મ તારીખ દાખલ કરો.
તમારી વિગતો તપાસો અને OTP માટે આગળ વધો.
10 મિનિટની અંદર OTP દાખલ કરો.
સફળ ચુકવણી પછી, તમારું e-PAN 30 મિનિટની અંદર તમારા E-mail પર મોકલવામાં આવશે.
ફિઝિકલ PAN માટે 50 રૂપિયાની ફી ચૂકવીને અરજી કરો.
જો તમને PAN E-mail પર ન મળે, તો tininfo@proteantech.in પર ચુકવણીની વિગતો સાથે સંપર્ક કરો.