‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ સનાતનીઓ આવ્યા મેદાનમાં
સિહોર પોલીસ મથકમાં થયેલી અરજીમાં સાળંગપુર મંદિરના નિલકંઠ ભગત તેમજ અન્ય બે સ્વામી વિરૂદ્ધ પગલાં ભરવા માંગ
- Advertisement -
લાજવાને બદલે નિલકંઠ ભગત સ્વામીએ કહ્યું કે, ‘મહાદેવ અને હનુમાનજી બંને સહજાનંદ સ્વામીની 24 કલાક સેવામાં હાજર રહેતા’
સનાતન ધર્મ સેવા સમિતિના અરજદાર દ્વારા 33 પુરાવા અપાયા
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુરમાં આવેલ નિવનિયુક્ત હનુમાનજીની મૂર્તિની પેટા મૂર્તિમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સહજાનંદ સ્વામીના દાસ તરીકે હનુમાનજીને દર્શાવાયા છે તે અંગે સોશીયલ મીડીયામાં વાયરલ થતાં સનાતન ધર્મ સેવા સમિતિની લાગણી દુભાઇ હતી જેમાં સાળંગપુર સ્વામીનારાય સંપ્રદાયના નિલકંઠ ભગત સ્વામી તેમજ અન્ય બે સ્વામીની રૂબરૂ મુલાકાત લઇ બનાવ મામલે સ્વામીએ જણાવ્યું હતું કે મહાદેવ તેમજ હનુમાનજી બંન્ને સહજાનંદ સ્વામીની 24 કલાક સેવામાં હાજર રહેતા હતા.
- Advertisement -
તેવો જવાબ મળતા સિહોર સનાતન ધર્મ સેવા સમિતિના સભ્યો દ્વારા સિહોર પોલીસ મથકે સાળંગપુરના નિલકંઠ ભગત તેમજ અન્ય બે સ્વામી વિરુદ્ધ પગલા ભરવા માટે સિહોર પોલીસ મથકમાં અરજી આપી છે. અરજદાર દ્વારા 33 પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.