ખ્વાજા ગરીબ નવાઝ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી અને મુફ્તી સલમાન અઝહરીને પાસામાંથી મુક્ત કરવા રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
ગરીબ નવાજ એ ફક્ત ભારત જ નહીં પણ સમગ્ર દુનિયામાં જગવિખ્યાત સુફી સંત છે સમગ્ર દુનિયામાં તેમના ચાહકો વસવાટ કરે છે .
તા.07/02/2024નાં રોજ યોગેશ ભારદ્વાજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર ઍક વીડિયો પોસ્ટ કરવામાં આવી જેમાં તે પોતાની હલકી માનસિકતા દર્શાવે છે અને સરકાર ગરીબ નવાઝ વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરે છે જેથી મુસ્લિમ સમાજના લોકોની આસ્થા ને ઠેશ પહોચાડવાનું કૃત્ય આ કરી રહ્યો છે. આ સાથે મુસ્લિમ સમાજના પ્રચારક અને પ્રસારક મુફ્તી સલમાન અઝહરી કે જે ઘણા લાંબા સમયથી કાનુની પ્રક્રિયામાં પસાર થઈ રહ્યા છે અને હાલ તેમના પર પાસા હેઠળ બરોડા જેલમાં તેમને મોકલાવેલા છે તેમના માટે પણ ગુજરાત સરકારથી રજૂઆત કરવામાં આવી છે.
આ તકે સુન્ની મુસ્લિમ સમાજ ના પ્રમુખ મોલાના અબ્દુલ રઝાક,વેરાવળ મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અફઝલ પંજા, ઉપ પ્રમુખ જાવેદ તાજવાની,મહમદ હુસેન ભાઈ મુગલ,હાજી અબ્દુલ મજીદ દીવાન,મોલાના નઝમુલ હૂદા,નગરસેવક ગુલામ ખાન અને અલ્તાફ ભાઈ ચૌહાણ પટની સમાજ ની કારોબારી અને જુદા જુદા સમાજના પટેલો આગેવાનો હાજર રહ્યા હતા.