પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાશનનો માલ ન ઉપાડવાનો નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત રાજ્યના રેશન ડીલરોના પડતર પ્રશ્ર્નો અંગે ફેર પ્રાઇસ શોપ દ્વારા રાજ્ય સરકારને અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા આગામી તા.1 સપ્ટેમ્બરથી એસોસીએશન દ્વારા લડતના ભાગરૂપે રાજ્યના કોઈ પણ રેશન ડીલરો સપ્ટેમ્બર માસમાં કાર્ડ ધારકોના વિતરણ માટે માલનો જથ્થો ન ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વંથલી ઋઙજના પ્રમૂખ મેહુલભાઈ જાની તેમજ એસોસીએશન દ્વારા મામલદારને આવેદનપત્ર પાઠવી આ આંદોલનના સમર્થનમાં આગામી તા.1 સપ્ટેમ્બરથી રાશનનો માલ ન ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.