આઠ ગામના લોકોએ તટસ્થ તપાસ કરવાની માંગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના કરીયા ગામ આસપાસ જૂનાગઢ મનપાના વાહનોમાં ભરીને પશુઓને બેરહેમીથી છુટા કરી દેવાના મામલે ભેંસાણના કરીયા ગામ સહિતના આઠ ગામના લોકોએ કલેકટરને આવેદન પત્ર આપી તપાસ કરવાની માંગ કરી છે.
આ બનાવ મામલે કરીયાના ચંદ્રેશભાઇ ધડુકે આવેદનપત્ર આપી જણાવ્યુ હતુ કે, થોડા દિવસ પહેલા ગ્રામજનોએ દશ પશુઓ ભરેલા બે વાહનોને રોકી ભેસાણ પોલીસના હવાલે કર્યા હતા. પરંતુ ત્યાર બાદ કોઇ કાર્યવાહી થઇ ન હતી. આથી કરીયા તેમજ આસપાસના આઠ ગામના લોકોએ કલેકટરને આવેદનપત્ર આપી પશુઓને મૂકી જવામાં આવતા હિંસક પ્રાણીઓ ગામના આસપાસ જ આંટા ફેરા કરે છે અને લોકોમાં ભય રહે છે આથી આ મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે.
જૂનાગઢ મનપા દ્વારા કરીયા ગામ પાસે ગૌવંશ છોડવા મામલે આવેદન
