થોડા દિવસો પુર્વે જ લોન્ચ થયેલા એપલના આઈફોન 15 પ્રો તથા પ્રો-મેકસ ચાર્જીંગ વખતે તથા ઉપયોગ કરતી વેળાએ ઘણા ગરમ થઈ જતા હોવાની ફરિયાદો ઉઠવા લાગતા કંપનીની આ પ્રતિષ્ઠિત પ્રોડકટને મોટો ઝટકો લાગવાની ભીતી છે.
X (ટવિટર)થી માંડીને વિવિધ સોશ્યલ મીડીયા નેટવર્ક તથા એપલના ઓનલાઈન ફોરમમાં પણ આ ફરિયાદોનો મારો છે. ગ્રાહકોની ફરિયાદ મુજબ આઈફોનનો સાઈડનો તથા પાછળનો ભાગ અડી ન શકાય તેટલો ગરમ થઈ જાય છે. ગેમ રમતી વખતે કે ફોન અથવા વિડીયોચેટ વેળાએ આમ થાય છે. કેટલાંક ગ્રાહકોએ ચાર્જીંગ વખતે આઈફોન ગરમ થઈ જતો હોવાનું કહ્યું છે.
- Advertisement -
આ ફરિયાદો ઉકેલવા એપલનો ટેકનીકલ સ્ટાફ ઉંધા માથે થયો છે. ફરિયાદો કરતા ગ્રાહકોને માર્ગદર્શન આપી રહ્યો છે. એપલની કુલ આવકમાં અંદાજીત 52 ટકા હિસ્સો આઈફોનનો છે. કેટલાક ગ્રાહકોએ તો ગરમ આઈફોનને થર્મોમીટર સાથે જોડીને તાપમાન સુચવતા વિડીયો પણ શેર કર્યા છે.