આઈફોન એસઈ-4 અને માય બુકની રાહ જોઈ રહેલા એપલ ફેન્સ માટે નવી ખબર બહાર આવી છે. એપલ 19મીએ ઈવેન્ટ કરનાર છે, તેમાં કંપની તરફથી કોઈ નવી પ્રોડકટસ આવી શકે છે.
ટીમ કુકે એકસ પર જાણકારી આપતા લખ્યું હતું કે એપલના નવા સભ્યને મળવા માટે તૈયાર થઈ જાઓ. એપલનું લોન્ચ 19 ફેબ્રુઆરીએ થશે. આ સમાચારથી લાગે છે કે એપલની કોઈ નવી પ્રોડકટ આવી રહી છે.
- Advertisement -
જાણકારી મુજબ આઈફોન એસઈ 4 (2025) માર્કેટમાં ઉતારી શકાય છે. આ ફોનને આઈફોન 14ની તરજ પર લોન્ચ કરાશે. આ ફોનની કિંમત ઓછી છે અને તેમાં બહેતરીન ફિચર્સ છે.