આઈફોન માટે પ્રખ્યાત એપલે જૂતા પણ બનાવ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
એક શુઝની કિંમત કેટલી હોઇ શકે? 400થી લઇને હજાર સુધીમાં તમને સારામાના સારા શુઝ માર્કેટમાં મળી રહેતા હશે. ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે, એક શુઝ 42 લાખમાં વેચાયા. તેનું કારણ પણ રસપ્રદ છે. એપલ આઈફોન માટે પ્રખ્યાત છે, પરંતુ શું તમે જાણો છો કે એપલે જૂતા પણ બનાવ્યા હતા, જેની હવે 42 લાખ રૂપિયામાં હરાજી થઈ છે.
- Advertisement -
વિશ્ર્વની અગ્રણી ઈલેક્ટ્રોનિક્સ કંપની આાહય પણ 1990ના દાયકામાં પોતાના કર્મચારીઓ માટે શૂઝ બનાવ્યા હતા. આ જ જૂતાની આજે લગભગ 41 લાખ રૂપિયામાં હરાજી થઈ છે. આાહય ઈંક્ષભ.ના ઇતિહાસના આ ભાગની હરાજી થવા જઈ રહી છે.
લગભગ 30 વર્ષ બાદ એપલના શુઝની હરાજી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ માટે હરાજી બિડ (એપલ શૂઝની હરાજી કિંમત) 50,000 (લગભગ 41 લાખ રૂૂપિયા) રાખવામાં આવી છે.
એપલે વર્ષ 1990માં નેશનલ સેલ્સ કોન્ફરન્સમાં પોતાના કર્મચારીઓને આ શૂઝ આપ્યા હતા. આ શુઝ સફેદ રંગનો છે અને તેના પર રેઈનબો એપલનો લોગો છે.
એપલે આ શૂઝને જાતે ડિઝાઇન કર્યા નથી, પરંતુ આ માટે ઘળયલફ સ્પોર્ટ્સ સાથે ભાગીદારી કરી છે. બાદમાં એપલે શુઝની બ્રાન્ડિંગ માટે હોન્ડા અને ઇફિીક્ષ જેવી કંપનીઓને આપી હતી. થોડા દિવસો પહેલા એપલના પહેલા આઈફોનની લગભગ 63 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. એપલ તેની જૂની વસ્તુઓને લઇને અવારનવાર ચર્ચામાં રહે છે.