યુરોપિયન દેશ ઇટાલીમાં એન્ટીટ્રસ્ટ વોચડોગ દ્વારા બે દિગ્ગજ કંપનીઓ એપલ અને એમેઝોન પર 22.5 કરોડ ડોલરનો અંદાજે 1676 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બંને કંપનીઓ પર આ દંડ એપલ અને બિટ્સ બ્રાન્ડની પ્રોડક્ટ્સના વેચાણમાં પ્રતિસ્પર્ધાના નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને લગાવવામાં આવ્યો છે. બિટ્સ ઓડિયો પ્રોડક્ટ્સ બનાવે છે.
ઇટાલીની પ્રતિસ્પર્ધા ઓથોરિટીએ મંગળવારે કહ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકાના ટેકનો જાયન્ટ્સ વચ્ચે 2018માં થયેલ સમજૂતીમાં એપલ અને બિટ્સના ઉત્પાદનોને માત્ર સિલેક્ટેડ વિક્રેતા જ એમેઝોનની ઇટાલિયન સાઈટ પર વેચી શકે છે.
આ યુરીપિયાં સંઘના નિયમોનું ઉલ્લંઘન છે.