ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમા માસુમ બાળકો સહીત 27 નીર્દોષોના મોત નીપજયા હતા અગ્નિકાંડમાં પીડીતોને ન્યાય અપાવવા અને કસુરવારોને નહીં છોડવા માટે સરકાર દ્વારા કમીટી પર કમીટીની રચના કરી રહી છે એક માસ પુર્ણ થવાનાં આરે છે ત્યારે અગ્નિકાંડનાં પીડીતોને ન્યાય મળ્યો નથી ,અગ્નિકાંડનાં પીડીતોને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને પડયુ છે શહેર કોંગ્રેસે આગામી તા. 25 ને મંગળવારે રાજકોટ બંધની અપીલ કરી આજે પત્રિકાવિતરણ અને પેલેસ રોડ પર પત્રિકા વિતરણ કર્યુ છે.
- Advertisement -
પીડિતોની પ્રથમ માસિક જેસલાક બંધન અલાપન સંદર્ભે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા સમિતિના આગેવાનો દ્વારા ગુરુવારે શહેરના ગુંદાવાડી બજારમાં અને પેલેસ રોડ પગપાળા કરી પત્રિકાવિતરણ દ્વારા દરેક વેપારી આગેવાનો અને જાહેર જનતાને 25મીના રાજકોટ અડધો દિવસ બંધના એલાનમાં જોડાવા માટે અનુરોધ કરતી પત્રિકા વિતરણ માં રાજકોટ બંધના એલાન બાબતે લોકજાગૃતિ અંગે શહેરના આગેવાનો અને પીડિત પરિવારો પણ જોડાયા હતા. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના 50 થી વધુ સેવાદળના યુવાનોએ પણ શિસ્તબદ્ધ જોડાયા હતા.