RSSના પ્રમુખ મોહન ભાગવતે વર્ણ અને જાતિ વ્યવસ્થાનો ત્યાગ કરવાની અપીલ કરી છે, અને સાથે જ કહ્યું છે કે સૌના પૂર્વજોએ ભૂલો કરી છે, ભારત કોઈ અપવાદ નથી.
RSSના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે મોટી અપીલ કરી છે, તેમણે કહ્યું છે કે વર્ણ અને જાતિ જેવી અવધારણાઓને સંપૂર્ણ રીતે ત્યાગી દેવી જોઈએ. ભાગવતે કહ્યું કે દરેક વસ્તુ જે ભેદભાવનું કારણ બને છે તે લોક, સ્ટોક અને બેરલની બહાર હોવી જોઈએ. તેઓ અહીં એક પુસ્તક વિમોચન સમારોહને સંબોધિત કરી રહ્યા છે.
- Advertisement -
મોહન ભાગવતનું કહેવું હતું કે જાતિ વ્યવસ્થાની હવે કોઈ સુસંગતતા નથી. RSS પ્રમુખે ડૉ. મદન કુલકર્ણી અને ડૉ. રેણુકા બોકારે દ્વારા લિખિત પુસ્તક ‘વજ્રસૂચિ તુંક’ વિશે વાત કરી અને કહ્યું કે – સામાજીક સમાનતા ભારતીય પરંપરાનો હિસ્સો હતી, પરંતુ તેને ભુલાવી દેવામાં આવી અને તેના હાનિકારક પરિણામ આવ્યા. આ દાવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વર્ણ અને જાતિ વ્યવસ્થામાં મૂળ રૂપથી ભેદભાવ ન હતો અને તેના ઉપયોગ હતા.
જે ભેદભાવનું કારણ બને છે, તેને બહાર કરી દેવું જોઈએ
ભાગવતે કહ્યું કે જો આજે કોઈ આ વિશે પૂછે છે તો જવાબ હોવો જોઈએ – આ ભૂતકાળ છે, ભૂલી જાઓ. RSS પ્રમુખે કહ્યું – જે કંઇપણ ભેદભાવનું કારણ બને છે, તેને બહાર કરી દેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે – ગત પેઢીઓએ દરેક જગ્યાએ ભૂલો કરી છે અને ભારત કોઈ અપવાદ નથી.
Maharashtra | Concepts of 'Varna' & 'Jaati' (caste) should be forgotten… today if someone asks about it, everyone thinking in the interest of society should tell that 'Varna' & 'Jaati' (caste) system is a thing of the past & should be forgotten: RSS chief Mohan Bhagwat (07.10) pic.twitter.com/Oaz4mKjpiN
- Advertisement -
— ANI (@ANI) October 7, 2022
ભૂલો સ્વીકારવામાં કોઇ તકલીફ ન હોવી જોઈએ
ભાગવતે કહ્યું કે – ભૂલોને સ્વીકારવામાં કોઈ તકલીફ ન હોવી જોઈએ અને જો તમને લાગે છે કે આપણા પૂર્વજોએ ભૂલો કરી છે, તો તેઓ હિન થઈ જશે, તો એમ નહીં બને, કેમકે સૌના પૂર્વજોએ ભૂલો કરી છે.
જનસંખ્યાને લઈને પોલિસીની જરૂરિયાત: ભાગવત
આ પહેલા દશેરા સમારોહમાં RSSના પ્રમુખ મોહન ભાગવતે જનસંખ્યાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતને ગંભીર મંથન કરીને એક વ્યાપક જનસંખ્યા પોલિસી લાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે જનસંખ્યામાં પ્રમાણમાં સંતુલન હોવું જોઈએ. તેઓ જણાવે છે કે જનસંખ્યા અસંતુલનના ગંભીર પરિણામો ભોગવે છે. આ પચાસ વર્ષ પહેલા થયું હતું પણ આજના સમયમાં પણ આમ જ ચાલી રહ્યું છે. પૂર્વી તિમોર નામનો નવો દેશ બન્યો, દક્ષિણ સુડાન નામનો નવો દેશ બન્યો. કોસોવો બન્યો.