ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
ગીરના પાટનગર તાલાલા શહેરમાં ભારે ભક્તિભાવ પૂર્વક ગણેશ ઉત્સવનો શુભારંભ થયો છે.તાલાલા નગરમાં નિવાસસ્થાનો ઉપરાંત જાહેર સ્થળો ઉપર દુંદાળા દેવની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે.નગરના વિવિધ પંડાલોમાં બિરાજમાન દુંદાળા દેવની તા.17 મીએ વિશાળ નગરયાત્રા નીકળશે.જે નગરના વિવિધ શેરી મહોલ્લામાં પરિભ્રમણ કરશે.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લા કલેકટરનાં જાહેરનામાં અંતર્ગત બાપ્પા ની મૂર્તિના વિસર્જન માટે તાલાલા મીલ ગ્રાઉન્ડમાં નગરપાલિકાએ તૈયાર કરેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું તાલાલા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. તાલાલા શહેરના ગણેશ ભક્તોએ તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદી કે નદીના ચેકડેમો કે પુલ ઉપરથી કે કોઈ પણ અન્ય જગ્યાએ ગણપતિ દાદાનું વિસર્જન કરવું નહીં તેને બદલે નગરપાલિકાએ તૈયાર કરેલ કૃત્રિમ તળાવમાં એક જ જગ્યાએ દાદાનું વિસર્જન કરવા તાલાલા પી.આઈ.જે.એન.ગઢવી એ નગરજનોને અનુરોધ કર્યો છે.