અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ ભારતની ખૂબ પ્રશંસા કરતાં કહ્યું કે, જો કોઈને દુનિયાનું ભવિષ્ય જોવું હોય તો તેણે અહીં આવવું જોઈએ
ભારત અને અમેરિકાના સંબંધોને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તાજેતરના દિવસોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાશ જોવા મળી હતી. અગાઉ યુએસ સ્ટેટ મિનિસ્ટ્રીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના ફ્રીઝ કરાયેલા ખાતાઓને લઈને સવાલો ઉઠાવ્યા હતા. અમેરિકાએ કહ્યું કે, ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓ અને પાર્ટીઓ સામે થઈ રહેલી કાર્યવાહી પર તે સતત નજર રાખી રહ્યું છે. આ દખલગીરીના જવાબમાં ભારતે અમેરિકાને દૂર રહેવાની સલાહ આપી હતી. હવે ભારત પ્રત્યે અમેરિકાનું વલણ નબળું પડવા લાગ્યું છે.
- Advertisement -
અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ ભારતની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જો કોઈને દુનિયાનું ભવિષ્ય જોવું હોય તો તેણે અહીં આવવું જોઈએ. ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ ભારતની વિકાસ યાત્રાની પ્રશંસા કરતા કહ્યું છે કે જો કોઈને “ભવિષ્ય જોવું હોય” તો અહીં આવવું જોઈએ. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું, જો તમારે ભવિષ્ય જોવું હોય તો ભારત આવો. જો તમારે ભવિષ્યને અનુભવવું હોય તો ભારત આવો. જો તમારે ભવિષ્ય પર કામ કરવું હોય તો ભારત આવો. હું ખૂબ ભાગ્યશાળી રહ્યો છું.
#WATCH | Delhi: Ambassador of the USA to India Eric Garcetti says, "… If you want to see the future, come to India. If you want to feel the future, come to India. If you want to work on the future, come to India. I have the great privilege of being able to do that every single… pic.twitter.com/FROaV1DOnc
— ANI (@ANI) April 10, 2024
- Advertisement -
યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને પણ ભારત સાથેના દેશના સંબંધોની પ્રશંસા કરતા કહ્યું કે, ભાગીદારી નવી ઊંચાઈઓ પર પહોંચી ગઈ છે. સુલિવને અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત અને યુએસ વચ્ચેની ભાગીદારી, બ્રિક્સ દેશ, ટેકનોલોજી, સુરક્ષા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સહયોગને કારણે નવી ઊંચાઈએ પહોંચી છે.
તમને જણાવી દઈએ કે BRICS એ વિશ્વની ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. તેના સભ્યો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત છે. સુલિવાનને પૂછવામાં આવ્યું હતું કે, શું ઈરાન, ઈજિપ્ત, યુએઈ અને ઈથોપિયાના બ્રિક્સમાં સામેલ થવાને કારણે અને સાઉદી અરેબિયા તેનો હિસ્સો બનવાને ધ્યાનમાં લઈને વિશ્વમાં યુએસ નેતૃત્વની સ્થિતિ નબળી પડી રહી છે. જવાબમાં સુલિવને કહ્યું, મને લાગે છે કે જો તમે વિશ્વના મુખ્ય ક્ષેત્રોમાં અમેરિકાની ભૂમિકા અને તેના સંબંધોને જોશો તો અમને અમારી સ્થિતિ સારી લાગે છે.
નાટો વિસ્તરણ અમેરિકા માટે ફાયદાકારક
સુલિસે કહ્યું, જો તમે નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) માં શું થયું છે તે જુઓ? અમે નાટોને પહેલા કરતા વધુ મોટું બનાવ્યું છે, જો તમે જુઓ કે આ અઠવાડિયે શું થઈ રહ્યું છે, યુ.એસ., જાપાન અને ફિલિપાઈન્સની ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક થઈ રહી છે. જો તમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને જોશો તો તમે જોશો કે અમે માત્ર પરંપરાગત ભાગીદારો સાથે જ નહીં પરંતુ વિયેતનામ, ઈન્ડોનેશિયા, આસિયાન (એસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ)ના સભ્ય દેશો સાથે પણ અમારા સંબંધો કેવી રીતે મજબૂત કર્યા છે.