પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે અને પરિણામો જોઇને કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી છે અને તેલંગાણામાં કોંગ્રેસ તો મિઝોરમમાં ZPM પાર્ટી સત્તા પર આવી છે. ચૂંટણી હાર્યા બાદ નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશમાં હાર માટે ઈવીએમને જવાબદાર ગણાવતા કહ્યું, ચિપવાળા કોઈપણ મશીનને હેક કરી શકાય છે.
Any Machine with a Chip can be hacked. I have opposed voting by EVM since 2003. Can we allow our Indian Democracy to be controlled by Professional Hackers! This is the Fundamental Question which all Political Parties have to address to. Hon ECI and Hon Supreme Court would you… https://t.co/8dnBNJjVTQ
- Advertisement -
— digvijaya singh (@digvijaya_28) December 5, 2023
230 સીટોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપે 163 સીટો જીતી છે જ્યારે કોંગ્રેસ 66 સીટો પર આવી ગઈ છે. ચૂંટણીના પરિણામો પહેલા કોંગ્રેસે મધ્યપ્રદેશમાં જીતનો દાવો કર્યો હતો. એવામાં હાલ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે EVM પર સવાલ ઉઠાવતા એમની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર શેર કરી છે.
- Advertisement -
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહએ એક ન્યૂઝ વેબસાઈટનું કટિંગ શેર કરતી વખતે લખ્યું – ચિપવાળી કોઈપણ મશીન હેક થઈ શકે છે. મેં 2003થી ઈવીએમ દ્વારા મતદાનનો વિરોધ કર્યો છે. શું આપણે આપણી ભારતીય લોકશાહીને પ્રોફેશનલ હેકર્સના નિયંત્રણમાંથી બચાવી શકીએ? તેમણે આગળ લખ્યું કે આ એક મૂળભૂત પ્રશ્ન છે જેનો તમામ રાજકીય પક્ષોએ ઉકેલ લાવવો પડશે. માનનીય ચૂંટણી પંચ અને માનનીય સુપ્રીમ કોર્ટ શું આપણા ભારતીય લોકશાહીનું રક્ષણ કરશો?
Postal ballots के ज़रिए कांग्रेस को वोट देनेवाले और हम पर भरोसा जतानेवाले सभी मतदाताओं का धन्यवाद!
तस्वीरों के आँकड़ों में एक प्रमाण है जो यह बताता है कि पोस्टल बैलेट के ज़रिए हमें यानी कांग्रेस को 199 सीटों पर बढ़त है।
जबकि इनमें से अधिकांश सीटों पर ईवीएम काउंटिंग में हमें… pic.twitter.com/grmdeEn0uA
— digvijaya singh (@digvijaya_28) December 4, 2023
આ પહેલા પણ પરિણામના આંકડા શેર કરતી વખતે દિગ્વિજય સિંહે લખ્યું, ‘પોસ્ટલ બેલેટ દ્વારા કોંગ્રેસને મત આપનારા અને અમારામાં વિશ્વાસ વ્યક્ત કરનારા તમામ મતદારોનો આભાર! ફોટોગ્રાફ્સના ડેટામાં એક પુરાવો છે જે દર્શાવે છે કે પોસ્ટલ બેલેટ દ્વારા, અમે એટલે કે કોંગ્રેસ 199 સીટો પર આગળ છે. જ્યારે આમાંની મોટાભાગની બેઠકો પર અમે ઇવીએમની ગણતરીમાં મતદારોનો સંપૂર્ણ વિશ્વાસ મેળવી શક્યા નથી. એવું પણ કહી શકાય કે જ્યારે સિસ્ટમ જીતે છે ત્યારે જનતા હારે છે. અમને ગર્વ છે કે અમારા કાર્યકરોએ કોંગ્રેસ માટે પૂરા દિલથી કામ કર્યું અને લોકશાહીમાં તેમનો વિશ્વાસ મજબૂત કર્યો.”