રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ઠઋઈં)ના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન મહિલા રેસલર વિનેશ ફોગાટે કહ્યું છે કે શક્તિશાળી વ્યક્તિ સામે ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે. સાથે જ કહ્યું કે, પોતાની સત્તાનો દુરુપયોગ કરતા આવા વ્યક્તિ સામે ઊભા રહેવું વધુ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, કુસ્તીબાજોએ ઠઋઈં ચીફ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેઓ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. વિનેશ ફોગાટે કહ્યું કે આવા વ્યક્તિ સામે ઊભા રહેવું ખૂબ મુશ્કેલ છે જે આટલા લાંબા સમયથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેણે ખુલાસો કર્યો કે પ્રથમ વખત જંતર-મંતર પર વિરોધ શરૂ કરતા પહેલા કુસ્તીબાજો એક અધિકારીને મળ્યા હતા, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વિનેશે કહ્યું કે ત્રણ-ચાર મહિના પહેલા જંતર-મંતર પર બેસીને અમે એક અધિકારીને મળ્યા હતા. અમે તેમને મહિલા એથ્લેટ્સનું જાતીય સતામણી અને માનસિક શોષણ કેવી રીતે થાય છે તે વિશે બધું જણાવ્યું. જો કે આ પછી કોઈ કાર્યવાહી ન થતાં અમે ધરણા પર બેસી ગયા હતા.
અનુરાગ ઠાકુરે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો, વિનેશ ફોગાટનો ગંભીર આરોપ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/05/1-2.jpg)
Follow US
Find US on Social Medias