યુઝર્સે લખ્યું-કયો ધમાકે કરવા જઈ રહ્યા છો બાબા? શું વિલનનો રોલ કરવાના છો?
અનુપમ ખેરના માથા પર વાળ નથી અને તેનો ફાયદો ઉઠાવીને તેને એવા લોકોને ચેલેન્જ આપી છે જેમના માથા પર વાળ છે. અનુપમ ખેરનો નવો લુક હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વીડિયોમાં અનુપમ ખેરના માથા પર ટેટૂ જોવા મળી રહ્યું છે. અનુપમ ખેરે આ ટેટૂ એવી જગ્યાએ બનાવડાવ્યું છે, જ્યાં કદાચ લોકો કલ્પના પણ નહીં કરે. પરંતુ તે પર્મેનેન્ટ ટેટૂ જેવું લાગતું નથી. અનુપમ ખેરે પોતાના ટેટૂનો વીડિયો શેર કરતા કેપ્શનમાં ઘણી ફની વાતો પણ લખી છે.
- Advertisement -
અનુપમ ખેરે લખ્યું છે કે, ‘મારી આ પોસ્ટ દુનિયાભરના એ તમામ લોકો માટે છે જેઓ બાલ્ડ છે. વાળવાળા લોકો એ હકીકત પર ગર્વ અનુભવે છે કે તેઓ તેમના વાળથી ઘણું બધું કરી શકે છે! પરંતુ શું તે આ કરી શકે છે? બિલકુલ નહીં!’ હાલમાં લોકો તેના આ ટેટૂને જોઈને જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, તમે સુપરસ્ટાર છો, તમે કંઈ પણ કરી શકો છો, એક કલાકાર બધું જ કરી શકે છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, તે ગમે તે હોય, તે એક સરસ ડિઝાઇન છે, બનાવવાવાળાએ તેને સરસ બનાવી છે. અન્ય યુઝરે લખ્યું છે કે, બાબા એવું લાગે છે કે તમે કોઈ મોટો પ્લાન બનાવી રહ્યા છો, કયો ધમાકો કરવા જઈ રહ્યા છો બાબા? લવ યુ બાબા. અન્ય એક યુઝરે લખ્યું છે કે તમે ધૂમ મચાવી દીધી છે.
અન્ય એક યુઝરે લખ્યું છે કે, ભગવાને તમને જે આપ્યું છે તે દરેકના નસીબમાં નથી. એક ફેને પૂછ્યું છે કે શું તમે વિલનનો રોલ કરવા જઈ રહ્યા છો? ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ બાદ ફિલ્મ ‘ઊંચાઈ’માં જોવા મળેલા અનુપમ ખેર ટૂંક સમયમાં કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’માં જોવા મળશે. આ સિવાય ‘મેટ્રો ઈન દિનોં’, ‘ધ વેક્સીન વોર’ જેવી ફિલ્મો પણ જોવા મળશે.