ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી સંચાલક, મહિલા રિસેપ્સનિષ્ટની કરી ધરપકડ
દેહ વ્યાપારમાં ધકેલાયેલી 7 યુવતીને મુક્ત કરાઈ : 72 હજારનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના નાનામવા રોડ પર કરણ પાર્કમાં વેલ્વેટ વિસ્ટા નામે ચાલતા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી સંચાલક અને મહિલાની ધરપકડ કરી તેની પુછતાછ કરતા તે ગ્રાહકો પાસેથી 2500 લઈને રૂપજીવીનીને 1500 આપતા હોવાનુ રટણ કરતા માલવીયા નગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના નાના મવા રોડ પર કરણ પાર્કમાં વેલ્વેટ વિસ્ટા સ્પાના ઓથાર એઠળ કુટણખાનુ ચાલતુ હોવાની માહીતી આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાંત અને તેમની ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો પોલીસના દરોડામાં સ્પાના રૂમમાંથી ડમી ગ્રાહક અને પશ્ચિમ બંગાળની રૂપલલના કઢંગી હાલતમાં મળી આવતા પોલીસે રિસેપ્સનિષ્ટ અને ટેલીકોલર તરીકે કામ કરતી અને મેઘમાયાનગરમાં રહેતી નિર્મલા રામસિંગ ટમટા અને સંચાલક જાનકી પાર્કમાં રહેતા વિક્રમ મહેશ વિશ્વકર્માની અટકાયત કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પામાંથી નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ સહીતની અન્ય સાત યુવતીઓ મળી આવી આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ, 37 હજારની રોકડ સહીત 72 હજારનો મુદામાલ કબ્જે કરી પુછતાછ હાથ ધરી હતી પ્રાથમિક પુછતાછમાં સંચાલક અને મહિલા ગ્રાહકો પાસેથી મસાજના નામે 1000 લેતા હતા અને શરીર સંબંધ બાંધવા માટે અલગથી 2500 લેતા હતા અને રૂપલલાને 1500 આપતા હતા અને 1000 સંચાલક રાખતો હોવાનુ જણાવતા માલવીયાનગર પોલીસે ગુનો નોધી મહિલા અને સંચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.