વર્લ્ડકપના મેચો હવે વધુ રોમાંચક અને અપસેટ સર્જનારા થવા લાગ્યા હોય તેમ અફઘાનીસ્તાન બાદ હવે નેધરલેન્ડે અપસેટ સર્જયો હતો. ધરખમ ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવ્યુ હતું. 2022ના ટી20 વર્લ્ડકપમાં પણ નેધરલેન્ડે આવો અપસેટ કર્યો હતો અને આ વખતે તેનું પુનરાવર્તન કર્યુ હતું.
વર્તમાન વિશ્વકપમાં સૌથી મજબૂત ટીમ તરીકે ઉભરેલી દક્ષિણ આફ્રિકાનો નેધરલેન્ડ સામે 38 રને પરાજય થયો હતો. ધર્મશાલામાં રમાયેલા મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને નેધરલેન્ડને પ્રથમ દાવ લેવા ઉતાર્યુ હતું. ઘાતક બોલીંગ એટેકથી માત્ર 50 રનમાં ચાર વિકેટ ખેડવી નાંખી હતી પરંતુ ત્યારબાદ એડવર્ડની કેપ્ટન ઈનિંગ અને સ્ફોટક બેટીંગથી જુમલો 245 રનનો નોંધાયો હતો. વરસાદના વિક્ષેપને કારણે મેચ 43 ઓવરનો કરવામાં આવ્યો હતો.
- Advertisement -
2022 ⏩ 2023#CWC23 | #SAvNED pic.twitter.com/T0athsFFFQ
— ICC (@ICC) October 17, 2023
- Advertisement -
ધર્મશાલાના મેદાન પર નેધરલેન્ડનો આ ત્રીજા નંબરનો સૌથી મોટો સ્કોર થયો હતો એટલું જ નહી. આ મેદાન પર પ્રથમ ઈનિંગમાં 230 થી વધુ રન બનાવનારી ટીમની કયારેય હાર થઈ નથી નેધરલેન્ડે આ પરંપરાને જાળવી રાખી હતી.
Unforgettable moments from an unforgettable win 😍#CWC23 | #SAvNED pic.twitter.com/mWzQ2TI88w
— ICC (@ICC) October 17, 2023
નેધરલેન્ડની અંતિમ ઓવરોમાં 19 દડામાં 29 રન ઝુડનાર મર્વે પછી બોલીંગમાં પણ કમાલ કરી હતી અને દક્ષિણ આફ્રિકી બેટરોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. તેણે બે મહત્વની વિકેટો ખેડવીને ટીમની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. દક્ષિણ આફ્રિકા વતી મીલરે 48 રન બનાવીને ઝીક ઝીલી હતી પરંતુ તેના આઉટ થતા જ નેધરલેન્ડની જીત નિશ્ચિત બની ગઈ હતી.
નેધરલેન્ડે 2022ના ટી20 વર્લ્ડકપમાં પણ દક્ષિણ આફ્રિકાને હરાવીને ઉલટફેર સર્જાયો હતો. વર્તમાન વર્લ્ડકપમાં આ પુર્વે અફઘાનીસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જયો હતો.