પાલિતાણાની કાળભૈરવની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની મૂર્તિ
પાલિતાણાના કાળભૈરવ માસ-મદીરાનો ચારો કરવા બહાર જાય છે!
- Advertisement -
લોકોની શ્રદ્ધા સાથે રમત કરતાં આવા વિડીયો સોશિયલ પ્લેટફોર્મથી ક્યારે હટાવાશે?
ખાસ-ખબર સંવાદદાતા
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો વાણી-વિલાસ અટકવાનું નામ લેતો નથી. દિન-પ્રતિદિન સનાતન ધર્મ કે અન્ય સંપ્રદાયના દેવી-દેવતાઓના અપમાન કરતાં વીડિયો બહાર આવી રહ્યા છે. જેમાં આ વીડિયોમાં અનેક લોકો માટે શ્રદ્ધાના કેન્દ્ર સમાન પાલિતાણાની કાળભૈરવ દાદાની મૂર્તિ બાબતે અશોભનીય વાત કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વચ્ચેની ચર્ચા દરમિયાન એક મોટી ઉંમરના સાધુ અન્ય સાધુઓને સાળંગપુર ખાતે બનેલી એક ઘટના અંગે જણાવે છે કે એક બ્રાહ્મણના દીકરાને બ્રહ્મરાક્ષસ વળગેલો અને આ અંગેનો કેસ સાળંગપુર મંદિરમાં દોઢ મહીનો ચાલ્યો હતો. વાત કરનાર મોટી ઉંમરના સાધુ અને કોઠારી સ્વામીના ગુરુ સહિત તમામ આ કેસ સાંભળવા જતા આમ કહી આ સાધુ ઉમેરે છે કે રવી મહારાજે જ્યારે કાળભૈરવ હાજીર હો એમ કહ્યું ત્યારે કાળભૈરવ ખીજાઈ ગયા હતા અને રવી મહારાજને કહ્યું કે હું ભૂતનો રાજા છું, મને કાળભૈરવ મહારાજ હાજીર હો એમ કહેવાનું! વાણી-વિલાસની હદ તો ત્યારે જોવા મળે છે કે કાળભૈરવ ખુદ કહે છે કે પાલિતાણાની કાળભૈરવની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને અડેલી પ્રસાદીની મૂર્તિ છે, ત્યાં ચુરમાના લાડુનો થાળ થાય છે તે સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી થાય છે. આજે પણ પાલિતાણા કાળભૈરવ દાદાની ચુરમાના લાડુની માનતા થાય છે પણ ‘મને ચુરમાના લાડુ ન ભાવે માસ-મદીરા માટે ચારો કરવા બહાર જાવ છું’ મારો કરીને પરત આવતા સમયે લીમડાની નીચે સ્વામિનારાયણ ભગવાન ને સાધુ મને રોજ જોવા મળે છે! આ શબ્દો કાળભૈરવના હોવાનું સ્વામિનારાયણના સાધુ અન્ય સાધુઓને કહે છે! પાલિતાણાનું કાળભૈરવ દાદાનું મંદિર અનેક લોકો માટે આસ્થાનું સ્થાનક છે અને કાળભૈરવ દાદાને માનનારો વર્ગ પણ મોટો છે ત્યારે કાળભૈરવ માસ-મદીરા માટે ચારો કરવા બહાર જાય છે, કોઈને વળગાડ સ્વરૂપે વળગે છે, પાલિતાણાની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની મૂર્તિ છે. આવા શબ્દપ્રયોગ કેટલા અંશે યોગ્ય કહી શકાય? આ વીડિયો જૂનો લાગે છે પણ અનેક લોકોની શ્રદ્ધા સાથે ખિલવાડ કરતો જરૂર છે. આવા વીડિયોને સોશ્યલ પ્લેટફોર્મ ઉપરથી તાત્કાલિક ધોરણે હટાવવા જરૂરી છે.