અમેરિકાના કેલિફોર્નિયામાંથી ફરી ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં છ મહિનાના બાળક સહિત 6 લોકોના મોત નીપજ્યાં છે. હાલ પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે બપોરે એક ઘર પર બે શખ્સોએ આડેધડ ફાયરિંગ કરતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં 6 મહિનાના બાળક અને તેની માતાનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ હુમલાની અને મૃત્યુના આંકડાની પુષ્ટિ કરી છે.
- Advertisement -
એક ઘર પર આડેધડ ફાયરિંગ કર્યું
પોલીસે આને ટાર્ગેટેડ એટેક ગણાવ્યો છે. હુમલામાં સંડોવાયેલી ટોળકી ડ્રગ્સ કે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાની આશંકા છે. પોલીસનું કહેવું છે કે સોમવારે કેલિફોર્નિયાના જોકિન વેલીમાં આવેલા તુલારે સૈન શહેરમાં બે શખ્સોએ એક ઘર પર હુમલો કર્યો હતો અને અંધાધૂધ ગોળીઓ ચલાવી હતી.
પોલીસ આવી ત્યાં સુધીમાં ફરાર થઈ ગયા હતા બદમાશો
પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળતા જ પોલીસની ટીમ 7 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને મૃતદેહ પડ્યા હતા. પોલીસે કહ્યું કે, અમને છ મૃતદેહ મળ્યા છે. બનાવ ખૂબ જ દુઃખદ છે. અમને સ્થળ પરથી 6 મહિનાના બાળક અને તેની માતાનો મૃતદેહ પણ મળ્યો છે. બંનેને માથામાં ગોળી વાગી હતી.
US | Six people, including a 17-year-old mother and her six-month-old baby, were killed in a shooting at a home in Goshen, California, said Tulare County Sheriff Mike Boudreaux pic.twitter.com/ukHVl8h43I
- Advertisement -
— ANI (@ANI) January 16, 2023
પ્લાનિંગ સાથે પરિવારને કરાયો ટાર્ગેટ
પોલીસે જણાવ્યું કે, હુમલામાં બે લોકો કોઈક રીતે બિલ્ડિંગની અંદર છુપાઈને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો ડ્રગ્સ સાથે સંબંધિત લાગી રહ્યો છે. જે રીતે ગોળીઓ ચલાવવામાં આવી છે અને લોકોને નિશાન બનાવીને માતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ટાર્ગેટ કિલિંગ છે અને પ્લાનિંગ સાથે આખા પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે.
એક અઠવાડિયા પહેલા નાર્કોટિક્સ વિભાગે પાડ્યો હતો દરોડો
પોલીસનું કહેવું છે કે આ કેસમાં ડ્રગ્સનો એંગલ એટલા માટે છે કારણ કે જે ઘર પર હુમલો થયો છે, તે ઘર પર એક અઠવાડિયા પહેલા નાર્કોટિક્સ વિભાગે દરોડો પાડ્યો હતો અને તપાસ કરી હતી. આવી સ્થિતિમાં શક્ય છે કે હુમલાખોર ગેંગ અહીંથી પુરાવાનો નાશ કરવા માંગતી હોય. તેણે આ જ હેતુથી હુમલો કર્યો હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પોલીસ હાલ તમામ એંગલથી તપાસ કરી રહી છે.


