કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ બાદ વધુ એક વિપક્ષે જોડાણમાં નહી જવા જાહેરાત કરી : મહેબુબા મુફતીની જાહેરાત
આગામી સમયમાં યોજાનારી લોકસભા ચુંટણી પુર્વે એક તરફથી ભાજપ નેતૃત્વના એનડીએ એ તેની પોઝીશન મજબૂત બનાવી છે તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડીયાને વધુ એક ફટકાએ હવે જમ્મુ-કાશ્મીરના પ્રાદેશિક પક્ષ પીડીપીએ પણ આ વિપક્ષી મોરચાથી અલગ થવાની અને એકલા હાથે રાજયમાં ચુંટણી લડવાની જાહેરાત કરી છે.
- Advertisement -
અગાઉ જ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે પણ રાજયમાં કોઈ જોડાણ નહી કરવાની જાહેરાત કરી હતી તે બાદ રાજયના એક સમયના શાસક પીપલ્સ ડેમોક્રેટીક ફંટના વડા અને પુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ જાહેર કર્યુ છે કે રાજયની લોકસભા અને ભવિષ્યમાં યોજાનારી ધારાસભા ચુંટણીમાં તે એકલા હાથે ચુંટણી લડશે.
ગઈકાલે ચૂંટણી તૈયારીઓ અંગેની એક બેઠક બાદ મહેબૂબા મુફતીએ જાહેર કર્યુ કે લોકસભા ચૂંટણી માટે તેમનો પક્ષ ઉમેદવારોના નામ ટુંક સમયમાં જ નિશ્ચિત કરી લેશે. આ બેઠકમાં પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આ અગાઉ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ તેમના પક્ષના કબ્જાની બેઠક સિવાયની બેઠક પર સમજૂતીની તૈયારી દર્શાવી હતી પણ બાદમાં એકલા હાથે ચુંટણી લડવાનો સંકેત આપી દીધો છે.
બીજી તરફ હવે કોંગ્રેસમાંથી પલાયન વધુ તેજ બન્યુ છે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દાવો કર્યો કે આગામી 1 માસમાં કોંગ્રેસના સાંસદો-ધારાસભ્યો તથા પુર્વ કેન્દ્રીય મંત્રીઓ સહિત 100થી વધુ નેતાઓ ભાજપમાં જોડાઈ જશે. તેઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે દેશ આગળ વધી રહ્યો છે તે પછી હવે કોંગ્રેસમાં રહેલા નેતાઓને પણ ભાજપની નીતિઓ વિશ્વાસ જાગ્યો છે.