વહીવટીતંત્રએ માંગન જિલ્લાના શાકો ચો તળાવના કિનારે રહેતા લોકોને હટાવવાનુ કામ શરૂ કર્યું છે. રિપોર્ટ અનુસાર આ તળાવ ફાટવાના આરે છે, જેના કારણે પ્રશાસને એલર્ટ જાહેર કરવું પડ્યું છે.
સિક્કિમમાં આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે એવામાં હવે વહીવટીતંત્રએ માંગન જિલ્લાના લાચેન નજીક શાકો ચો તળાવના કિનારેથી રહેવાસીઓને હટાવવાનુ કામ શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તળાવ ફાટવાના આરે છે, જેના કારણે પ્રશાસને એલર્ટ જાહેર કરવું પડ્યું છે. શાકો ચો ગ્લેશિયલ તળાવ થંગુ ગામની ઉપર છે. આ તળાવ 1.3 કિમી લાંબુ છે અને ગામ તેનાથી માત્ર 12 કિમી દૂર છે. આ કારણે અધિકારીઓ આસપાસના વિસ્તાર ખાલી કરવી રહ્યા છે.
- Advertisement -
લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે
ગંગટોક જિલ્લા મેજિસ્ટ્રેટ તુશારે નિખારેએ જણાવ્યું હતું કે સેટેલાઇટ ડેટાએ શાકો ચો ઉપરના ગ્લેશિયરના તાપમાનમાં અસામાન્ય વધારો દર્શાવ્યો છે. જો તાપમાન સ્થિર થશે તો કોઈ સમસ્યા નહીં થાય પણ જો નહીં થાય અને અચાનક પાણીનો પ્રવાહ તેમ આવશે તો તળાવ ફાટી શકે છે. એટલે સાવચેતીના પગલા તરીકે લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
🚩 Sikkim Flash Flood
▶️Brave hearts of 11 Bn @ITBP_official successfully rescued 6 people including AGM of Teesta Urja Ltd at Chungthang dam site.
- Advertisement -
▶️They were stranded for more than 36 hours on the other side of Teesta River on dangerous rocky areas. (video: VoS) pic.twitter.com/ELVUZMzxCF
— PIB in Sikkim (@PIBGangtok) October 6, 2023
26 લોકોના મોત તો 143 લોકો હજુ પણ લાપતા
અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી કે સિક્કિમમાં તિસ્તા નદીમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યાના ત્રણ દિવસ પછી પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી મળી આવેલા મૃતદેહોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાં સેનાના સાત જવાનો પણ સામેલ છે. હજુ બચાવ કાર્ય સતત ચાલુ છે.
પૂરથી 25000 લોકો પ્રભાવિત થયા
અધિકારીઓએ જણાવ્યું કે 15 સૈનિકો સહિત કુલ 143 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે લગભગ 2,413 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ પૂરથી 25000 લોકો પ્રભાવિત થયા છે. રાજ્યભરમાં સ્થાપિત 22 રાહત શિબિરોમાં 6875 લોકો રહે છે.
Sikkim most civilised part of India and its society not yet messed up like most other states.
It is also following wise policies for environment protection.
There4,this man made tragedy inflicted on gentle people of #Sikkim is deeply distressing
— Madhu Purnima Kishwar (@madhukishwar) October 6, 2023
શાળાઓ, કોલેજો 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્દેશ
સિક્કિમમાં પૂર અને ખરાબ હવામાનને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલ
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) એ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે આપત્તિ બાદથી 2,011 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 22,034 લોકોને અસર થઈ છે. આ સાથે જ એમને કહ્યું કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અનુમાન મુજબ,વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે. આ પ્રવાસીઓનું સ્થળાંતર એ પ્રાથમિકતા છે અને તેમને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવશે.
In the recent flash flood, 68 persons were stranded at the height of 16000 feet, totally cut off for the last 3 days in North Sikkim. #Himveers of ITBP rescue team, launched a massive rescue operation and evacuated all the 68 persons safely. #Himveers#ITBP pic.twitter.com/sKxvRpIsWa
— ITBP (@ITBP_official) October 6, 2023
સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે
વિવિધ એજન્સીઓ અને સિક્કિમ સરકારના રાહત અને બચાવ પગલાંની સમીક્ષા કરતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમની સુરંગમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધારાની NDRF ટીમો તૈનાત કરવી જોઈએ અને શક્ય તેટલા ઓછા સમયમાં રોડ, ટેલિકોમ અને પાવર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવી જોઈએ.