પ્રથમ જ્યોતિર્લિંગ મહાશિવરાત્રી ધામધૂમ ઉજવણી થશે
મહાશિવરાત્રિ પર્વે સવારે 4 વાગ્યેથી 42 કલાક દર્શનાર્થી માટે ખુલ્લું: પાલખીયાત્રા-મહામૃત્યુંજય યજ્ઞ-પાર્થેશ્વર મહાપૂજન- સોમેશ્વર પૂજન- જ્યોતપૂજન સાથે જ ચાર પ્રહરનું વિશેષ પૂજન-આરતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવેશે પણ મહાશિવરાત્રી પર્વ અંતર્ગત તા.17 થી 19 ફેબ્રુ. દરમ્યાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા.18 શનિવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી થી લઇ સતત 42 કલાકે ભક્તજનો માટે ખુલ્લુ રહેશે, ચાર પ્રહરની વિશેષ પૂજા- આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ- પૂજન- શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે, સોમનાથના માર્ગો શિવભક્તોનાં જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે. ભક્તોની વિશેષ સુલભતા માટે વિશેષ ક્લોકરૂમ જુતાધરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.મહાશિવરાત્રિ મહોત્સવને લક્ષ્યમાં લઇ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ વિવિધ પૂજાવિધિ નોંધાવી શકે, પ્રસાદ-લયજ્ઞકીટ-સૌમગંગા-અભિષેક માટે ગંગાજળ મેળવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપુજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિએ વધુમાં વધુ પરિવારોને સોમેશ્વર મહાપૂજન કરી શકે તે માટે વિશેષ સ્લોટ શરૂ કરવામાં આવેલ છે. ધ્વજાપુજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ મહાશિવરાત્રિ મહોત્સવથી પાધપૂજન કરવામાં આવશે, જેમાં યજમાનશ્રી ન્યોછાવર પૂજાવિધિ કાઉન્ટર 52 નોંધાવી પાઘનું પૂજન કરી શકશે, ત્યાર બાદ પાધની શોભાયાત્રા વાજતે-ગાજતે મંદિર પરિસરમાં ફરશે, અને ત્યાર બાદ સોમનાથ મહાદેવના શૃંગાર માં આ પાઘ ને ઉપયોગમાં લેવાશે,મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે, મહાશિવરાત્રિએ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો દ્વારા શાંતિપાઠ કરવામાં આવશે, સોમનાથ મહાદેવના સાનિધ્યે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રૂદ્રિપાઠ સતત શરૂ રહેશે, સમુદ્ર તટે મારૂતી બીચ ખાતે પાર્થેશ્વર મહાપૂજન કરવામાં આવશે, જેમનો વિશેષ લાભ 251 યજમાન પરિવારો લઇ શકશે.. સોમનાથ મહામૃત્યુંજય યજ્ઞ સોમનાથ મંદિર પ્રાંગણમાં આવેલી યજ્ઞશાળા ખાતે તા.17 થી 19 ફેબ્રુઆરી દરમીયાન સવારે 7-30 થી સાંજે 6-30 દરમીયાન મહામૃત્યુંજય યજ્ઞ યોજાશે, જેમાં સોમનાથ આવતા ભક્તો માત્ર પાંચ મીનીટનો સમય કાઢી આહુતી આપી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરી શકશે. શ્રાવણ-2022 દરમીયાન 16 હજારથી વધુ પરિવારોએ 3.37 લાખથી વધુ આહુતી સોમનાથ મહાદેવને અર્પણ કરી ધન્ય બન્યા હતા.જુદા-જુદા દાતાશ્રીઓના સહયોગથી મહિશવરાત્રિ પર્વે દર્શનાર્થે પધારતાં ધાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિ:શુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા સોમનાથ પથીકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવેલ છે. તા.17 અને 18ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રી સોમનાથ ઉત્સવનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર પરિસર ચૌપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે, આ કાર્યક્રમમાં જુદા-જુદા કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા 225 ચી વધારે કલાકારો ભગવાન શિવજીની આરાધના કરશે. જેમાં પ્રસિદ્ધ કલાકાર બ્રીજરાજદાન ગઢવી, હેમંત જોષી ભક્તો સમક્ષ શિવભક્તી ની પ્રસ્તુતી કરશે. આ કાર્યક્રમ લોકો ધરેબેઠા રાત્રે 8-00 કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી નિકાળી શકશે.સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ માન.સેક્રેટરીશ્રી યોગેન્દ્રભાઇ દેસાઇની દેખરેખમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ તેમજ સ્થાનીક જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર નગર સેવા સદનના સહયોગથી ઉત્સાહભેર મહા શિવરાત્રિ મહોત્સવમાં આવનાર યાત્રીઓની વ્યવસ્થા અને આયોજન ગોઠવી રહ્યા છે. મહાશિવરાત્રિનું સમગ્ર આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવ્યું છે.