મુંબઈ આતંકી હુમલાનાં આરોપી અને મૂળ પાકિસ્તાની એવા કેનેડાનાં ઉદ્યોગપતિ તહવ્વુર રાણાને ભારતને સોંપવામાં ફરી વિઘ્ન આવ્યું છે. ભારતને પ્રત્યાર્પણ કરવા પર અમેરિકાએ રોક લગાવી દીધી છે. બાઈડન તંત્રની અપીલ ફગાવી છે. અમેરિકી અદાલતે તહવ્વુર રાણાનાં પ્રત્યાર્પણમાં અટકાવવાનો આદેશ કર્યો છે.
ભારતમાં રાણા સામે કેસ ચાલી રહ્યો છે. ભારતમાં પ્રત્યાર્પણ અટકાવવાની ચાલમાં તહવ્વુર રાણા સફળ થયો હોય તેમ કેસની સુનાવણી સુધી પ્રત્યાર્પણ ન થવા દેવાની દલીલને અદાલતે સ્વીકાર કરી લીધો હતો. તહવ્વુર રાણા પર મુંબઈ આતંકી હુમલામાં કનેકશનનો આરોપ છે તે પાક અમેરીકી ત્રાસવાદી ડેવીડ હેડલી સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાનું બહાર આવ્યુ હતું. હેડલી સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાનું બહાર આવ્યું હતુ.હેડલી 26/11 ના મુંબઈ હુમલાનુ ષડયંત્ર ઘડનારાઓમાં એક હતો.
- Advertisement -
અમેરિકી અદાલતે તહવ્વુર રાણાને 10 ઓકટોબર સુધીમાં તર્ક રજુ કરવા સુચના આપી છે. અમેરિકી સરકારને 8 નવેમ્બર સુધીમાં પક્ષ રજુ કરવા આદેશ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે 2008 ના રોજ મુંબઈ આતંકી હુમલામાં 6 અમેરીકી સહીત 166 લોકોનાં મોત થયા હતા. 10 પાક ત્રાસવાદીઓએ સતત 60 કલાક મુંબઈનાં મહત્વના સ્થાનો પર હુમલા કર્યા હતા.